ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ બોર્ડ અને નિગમો કાર્યરત કરવામાં આવે છે અને શાસક પક્ષ દ્વારા બોર્ડ અને નિગમોમાં ચેરમેન અને અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે, જ્યારે રાજ્યના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર દ્વારા બજેટમાં જોગવાઈઓ (Provisions in the budget) કરવામાં આવે છે પણ આજે વિધાનસભા ગૃહમાં મહત્વનો ખુલાસો (Important Revelation in the Budget 2022)સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષથી ગુજરાત વકફ બોર્ડને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ ન હોવાનો પ્રશ્નોત્તરીમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો હતો પ્રશ્ન
અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA from Ahmedabad) ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય વકફ બોર્ડને (Waqf board) છેલ્લા બે વર્ષમાં કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. તેના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે જે છેલ્લા 2 વર્ષમાં એક પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. આમ 31 ડીસેમ્બર 2021ના અંતર્ગત રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં એક પણ ગ્રાન્ટ ફાળવી નથી.
આ પણ વાંચો:મુસ્લિમ સંગઠનોએ 5 એકર જમીન મુદ્દે સુન્ની વકફ બોર્ડ સામે સવાલ ઉઠાવ્યા