ગાંધીનગરઃઆજે ગુજરાત વિધાનસભામાં સામાન્ય બજેટમાં( Gujarat Budget 2022) બાગાયત વિભાગમાં જોગવાઈઓ( Horticulture scheme in Gujarat)કરવામાં આવી છે.
બાગાયત યોજનાઓ જોગવાઈ
બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઈ રૂપિયા 369 કરોડ
કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ
મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા રૂપિયા 10 કરોડની જોગવાઈ
કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ રૂપિયા 7 કરોડની જોગવાઈ
અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે રૂપિયા 7 કરોડની જોગવાઈ
કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા રૂપિયા 757 કરોડની જોગવાઈ