ગાંધીનગરઃઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 1526 કરોડની જોગવાઈ(Gujarat Budget 2022)કરવામાં આવી છે. રાજ્યના દરેક કુટુંબની અન્ન સલામતી સુનિશ્ચિત કરવી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (Department of Food, Civil Supplies and Consumer Affairs )હેઠળ નોંધાયેલ 70 લાખ કુટુંબોને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલ આકરી પરિસ્થિતિમાં માનનીય વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી (Poor welfare food scheme)રાજ્યના તમામ એન.એફ.એસ.એ. લાભાર્થી કુટુંબોને વધુ 28 લાખ ટન અન્ન વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે.
જોગવાઇમાં 24 ટકા જેટલો માતબર વધારો
દરેક કુટુંબ દ્વારા ઉપાડવામાં આવેલ જથ્થાની વિગતો માય રેશન મોબાઇલ એપ(My Ration Mobile App) દ્વારા ઓનલાઇન કરી ડિજિટાઇઝેશનના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થામાં સરળતા અને પારદર્શિતા લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કરેલ છે. આ પ્રક્રિયાને વધુ વેગ આપી રાજ્યની તમામ(Pradhan Mantri Garib Kalyan Anna Yojana) વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 24 ટકા જેટલો માતબર વધારો.જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. કુટુંબોને અન્ન વિતરણ કરવા જોગવાઇ 621 કરોડ.
આ પણ વાંચોઃGujarat Budget 2022: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2,909 કરોડ રૂપિયાની જોગવાઈ
તુવેરદાળ વિતરણ કરવાની યોજના