ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન કનુ દેસાઇએ(FM Kanu Desai) બજેટ રજૂ કર્યું હતું. શ્રમ અને રોજગાર ડિપાર્ટમેન્ટને(Department of Labor and Employment) આ બજેટમાં શું(Gujarat Budget 2022)લાભ મળ્યો છે. તે વિશે શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ માહિતી આપી હતી.
રાજ્યમાં નવા 51 ITI કોર્ષ શરૂ થશે
રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ( Brijesh Merja)માહિતી આપી હતી કે, આ બજેટ રેવન્યુ પ્લસ બજેટ છે. બજેટમાં ગ્રામ પંચાયત, કૌશલ્ય વિકાસ અને રોજગારને લગતી ફાળવણીકરવામાં આવી છે. આઈ.ટી.આઈમાં 51 નવા કોર્સ શરૂ( ITI will start 51 new courses)કરવામાં આવશે. ITI માં(Industrial Training International)અત્યારે 50 કોર્ષ ચાલી રહ્યા છે. હવે નવા 51 કોર્ષ શરૂ થતાં કુલ 101 કોર્ષ શરૂ થશે. તે માટે સરકારે 512 કરોડની ફાળવણી કરી છે. જેનો લાભ 50 હજાર વિદ્યાર્થીઓને મળશે.
આ પણ વાંચોઃGujarat Budget 2022 : બજેટને લઈને કોંગ્રેસે કાઢી ઝાટકણી