ગુજરાત બજેટ બ્રેકિંગ ફ્લેશ 2020-21 - Gujarat Budget 2020-21
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ રજૂ કર્યું છે.
gujarat-budget-2020-21
જળસંપત્તિ
- સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આશીર્વાદ સાબિત થયેલી સૌની યોજનાના પ્રથમ અને બીજા તબક્કાની અત્યાર સુધી પૂર્ણ થયેલી કામગીરીથી ૩૨ જળાશયો , ૪૮ તળાવો અને ૧૮૧ કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવ્યા છે
- સૌની યોજનાનાં ત્રીજા તબક્કાના ૨૪૦૩ કરોડનાં પાંચ પેકેજના કામો પ્રગતિ હેઠળ છે.
સૌની યોજના માટે રૂપિયા ૧૭૧૦ કરોડની જોગવાઇ
- ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા તેમજ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને ઉત્તેજન આપવા ભારત સરકારના સહયોગથી અટલ ભુજલ યોજના અમલમાં આવી છે. આ યોજના હેઠળ ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના ૨૪ તાલુકાઓને પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.૭૫૭ કરોડ ફાળવવાનું આયોજન કરાયું છે.
- ચેકડેમ, તળાવો નવા બનાવવા અને ઊંડા કરવા જેવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ.૩૬૬ કરોડની જોગવાઇ
- બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપ ડેમ સધી પાઈપલાઈન નાખવાથી થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે 6000 હેક્ટર વિસ્તારને લાભ થશે. જેના માટે રૂ.૨૨૫ કરોડની જોગવાઈ
- કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન છે, આ યોજનાથી પ૭ , ૮૫૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે . જેના માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ
- સાબરમતી નદી પર ૨૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હિરપુરા અને વિલાસણા બેરેજ માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ
- પીયજથી ધરોઇ, ધાધૂંસણથી ખેરવા - વિસનગર યોજનાના કામો પૂર્ણતાના આરે છે . જેના માટે રૂ.૫૫ કરોડની જોગવાઇ