ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના વિકાસની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 497 કરોડની ફાળવણી કરી છે.
વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના વિકાસ માટે શું કરવામાં આવી જોગવાઈ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ
વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ રૂ. 497 કરોડની જોગવાઈ
સરકારે ઈ-ગવર્નન્સના મહત્તમ ઉપયોગથી ઝડપી અને પારદર્શક નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવા મહત્ત્વના પગલા લીધા છે. રાજયની 6500થી વધારે કરોરીઓને જી-સ્વાન કનેક્ટીવીટીથી જોડવામાં આવેલા છે.
- સાયન્સ સિટીમાં એકવેટીક, રોબોટિક્સ, સ્પેસ અને એસ્ટ્રોનોમી ગેલેરી જેવી થીમ બેઈઝ ગેલેરીઓના વિકાસ માટે રૂ. 75 કરોડની જોગવાઈ
- બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મકાન બાંધકામ તથા અન્ય સુવિધાઓના વિકાસ માટે રૂ. 43 કરોડની જોગવાઈ
- રાજ્યની દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાયબરથી જોડવા માટે રૂ. 10 કરોડની જોગવાઈ
- બાયોટેકનોલોજી ક્ષેત્રે ચાલતા સંશોધનથી ઉદ્યોગ, પર્યાવરણ, મરીન અને જીનોમિક્સ જેવા ક્ષેત્રોને લાભ મળે, તે હેતુથી રૂ. 7 કરોડની અધતન લેબોરેટરીનું નિર્માણ કરવાનું આયોજન છે