ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં તેમણે ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને વિવિધ સિંચાઈ યોજનાઓની જાહેરાત કરી છે.
જાણો સિંચાઈ માટે શું છે જોગવાઈ ??? ગુજરાત બજેટ 2020-21ઃ જાણો સિંચાઈ માટે શું છે જોગવાઈ ? નર્મદા યોજના
ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી થયેલ વિવિધ લાભો અંગે આપણે સૌ માહિતગાર છીએ જ. આ યોજનાનો પૂર્ણ લાભ લેવા અને જરૂરી કામોને પૂર્ણ કરવા રૂ.8,755 કરોડનું આયોજન છે.
- મુખ્ય બંધના આનુષંગિક કામો
- પુન:વસન તથા પર્યાવરણીય કામગીરી
- ગરૂડેશ્વર વિયર
- ગોરા બ્રિજના બાંધકામ
- પાવર હાઉસોની જાળવણી
- કેનાલ ઓટોમેશનની કામગીરી
- પ્રપ્રશાખા નહેરો સુધીના કામો તેમજ જમીન સંપાદન
નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના પાણીને કચ્છ પહોંચાડવા માટે રૂ. 1084 કરોડની જોગવાઈ કરવામાં આવી. જેમાં નિચે મુજબના કામોનો સમાવેશ થાય છે.
- કચ્છને 1 મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન
- કચ્છ શાખા નહેરની બાકીના કામો પૂર્ણ કરવા
- દુધઈ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો
નર્મદા યોજનાના નહેર માળખાની મિયાગામ, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખાની ઉપર કુલ 18 સ્થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ પૈકી 8 વીજ મથક કાર્યરત થયેલા છે.
- વીજ મથકો કાર્યરત થતાં કુલ ઉત્પાદન આશરે 86 મેગાવોટ થશે
- આ કામ માટે રૂ. 90 કરોડની જોગવાઈ કરવામાં આવી.