ગુજરાત

gujarat

ETV Bharat / state

શાહીન બાગ મુદ્દે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને, 2 કોંગી MLA શાહીન બાગ પહોંચ્યાં

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાહીન બાગનો મુદ્દો ગરમાયો છે, આ મુદ્દો ફક્ત દિલ્હી જ નહીં પણ સમગ્ર દેશમાં ચર્ચાના મુદ્દે છે, ત્યારે આઆમને દેશથી અલગ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે, દેશ કે ટુકડે ટુકડે કરવાની વાત કરી છે, ત્યારે ગુજરાત ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ કોંગ્રેસને આડે હાથે લીધી હતી.

Sahinbagh issue
ભાજપ કોંગ્રેસ આમને સામને

By

Published : Jan 29, 2020, 3:17 PM IST

ગાંધીનગર: શાહીન બાગ મુદ્દે ગુજરાત કોંગ્રેસના અમદાવાદના 2 ધારાસભ્ય ગયાસુધીન શૈખ અને ઇમરાન ખેડવાળા સાહિનબાગ વિસ્તારની મુલાકાત લઈને CAAના વિરોધમાં સમર્થન આપ્યું હતું. ત્યારે પ્રશાંત વાળા ઈટીવી ભારત સાથે ખાસ વાત ચિત કરી હતી કે, ગુજરાત વિધાનસભામાં જ્યારે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે કોઇપણ ધારાસભ્યોએ વિરોધ કર્યો ન હતો અને ગઇકાલે તેઓ દિલ્હી જઈને શાહીન બાગના વિરોધ પ્રદર્શનના હાજર રહ્યા હતા અને તેઓ CAAના વિરોધને સમર્થન આપ્યું હતું.

સાહિનબાગ મુદ્દે ગુજરાત ભાજપ કોંગ્રેસ આમને સામને

જ્યારે વસંતરાયે આક્ષેપ કર્યા હતો કે, કોંગ્રેસ સત્તા વિહોણી બનતા તેઓ ગમે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આ સાથે જ જો કોંગ્રેસને વિરોધ કરવો હોય તો ભાજપ પક્ષના કરે તેની નીતિઓને કરે પરંતુ દેશનો વિરોધ ના કરી શકાય તેઓ દેશમાં ભાગલા પડાવવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ વિપક્ષ અને ખુલ્લેઆમ કહ્યું છે કે, CAAના મુદ્દે તેઓ જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છે તેમ છતાં પણ કોંગ્રેસના એક પણ નેતા હોય આ ચેલેન્જને સ્વીકાર્યું નથી સાથે જ CAAના નવા કાયદા પ્રમાણે કોઈ પણ ભારતીયની નાગરિકતા નહીં છીનવાય.

ABOUT THE AUTHOR

...view details