- ધારાસભ્યોએ વેલમાં નારાઓ લગાવ્યા
- કોંગ્રેસે કોરોના મુદ્દે હોબાળો મચાવ્યો હતો
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાગી ગયા, કોંગ્રેસે ગૃહમાં હલ્લાબોલ કરતાં
ન્યુઝ ડેસ્કઃ ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસે ગૃહમાં હલ્લાબોલ કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાગી ગયા હતા. CM પટેલ ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન ની ધૂન’ ગૃહમાં શરૂ કરી હતી.
કોંગ્રેસ પક્ષના તમામ ગૃહમા જબદસ્ત વિરોધ
વિધાનસભા ગૃહમાં કોરોનાના આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. રાજ્યમાં થયેલા મોતના આંકડાઓમાં વિસંગતતાને લઈને હોબાળો કર્યો હતો. કોંગ્રેસના તમામ ધારાસભ્ય ઘસી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા હતા. વેલમાં આવેલા તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેડ કરી દીધા હતા.
કોંગ્રેસના હોબાળાને પગલે સાર્જન્ટ ગૃહમાં પ્રવેશ્યા હતા. ધારાસભ્યો ન્યાય આપોના નારાઓ સાથે ધારાસભ્ય વિધાનસભા વેલમાં બેસી ગયા હતા. પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સ્થગિત કરવામાં આવી હતી. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના તમામ ગૃહમાં જબદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્યો બેસી ગયા હતા અને નારાઓ ચાલુ રાખીયા હતા.