ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું 15મી વિધાનસભાની આજે પ્રથમ બેઠક યોજાઈ ((Gujarat Assembly winter session 2022) હતી. જેમાં સૌપ્રથમ અધ્યક્ષની ચૂંટણી કરાઈ હતી પરંતુ વિપક્ષના 17 જ સભ્યો હોવાના કારણે વિપક્ષ અધ્યક્ષ ફોર્મ ભર્યું ન હતું. જેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી બિન હરીફ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ બન્યા (Shankar Chaudhary Take Charge As Speaker)છે. જ્યારે આ બાબતે પણ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે નિવેદન આપ્યું હતું કે ભાજપે પ્રણાલી તોડીને વિપક્ષને અધ્યક્ષ માટેનું કંઈ પૂછ્યું જ નથી અને આમંત્રણ પણ આપ્યું નથી.
વિપક્ષ પદ માટે શૈલેષ પરમારની ટિપ્પણી:ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની નિમણૂક (Shankar Chaudhary Take Charge As Speaker)બાબતે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે પોતાના વ્યક્તવ્ય દરમિયાન નિવેદન આપ્યું હતું કે અધ્યક્ષ તરીકે ચૂંટણી માટે વિપક્ષને પૂછવું પડે છે પણ બહુમતી હોવાના કારણે સરકાર પક્ષે વિપક્ષને પૂછ્યું પણ નથી. જે ભાજપે ગુજરાત વિધાનસભાની પ્રણાલી તોડી છે. તેમ છતાં પણ અમે તમને બિનહરીફ તરીકેનો ટેકો આપીએ છીએ. જ્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા પણ ઓછું છે. જેથી વિધાનસભામાં ભાજપ મોટાભાઈ અને કોંગ્રેસ નાનાભાઈ તરીકે છે. જેથી મોટાભાઈ નાનાભાઈનું ધ્યાન રાખજો.
આ પણ વાંચોકચ્છના સફેદ રણમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર કરાયું ઊભું; નવો ગેમ ઝોન શરૂ
5 અને સામે 100 લોકો જેવી પરિસ્થિતિ:પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્ય દરમિયાન વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે આજે અમે પાંચ જ્યારે સામે 100 જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી (Shankar Chaudhary Take Charge As Speaker)ભગવાન શ્રીકૃષ્ણ જેવી દ્રષ્ટિ રાખે તેવી હળવા ટોનમાં પણ ટિપ્પણી કરી હતી. ગુજરાત વિધાનસભામાં મહાભારતને અર્જુન મોઢવાડિયા યાદ કર્યા હતા. આમ હળવી ટિપ્પણી કરીને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્યોને પાંડવ અને ભાજપના ધારાસભ્યોને કૌરવ તરીકે ગણાવ્યા હતા.