ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે 182 ધારાસભ્યોની શપથ વિધિ યોજાઈ (Gujarat Assembly House MLAs took oath) હતી. જેમાં પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વર્ણી કરી હતી અને સવારે 10:00 કલાકે રાજભવન ખાતે પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લીધા હતા. તેમજ બપોરે 12 કલાકે ગુજરાત વિધાનસભા ગૃહમાં સભ્યોની શપથ વિધિ યોજાઈ હતી. જેમાં કુલ 11 જેટલા ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કર્યા હતા. (MLAs took oath in Sanskrit)
3 ભાષાના આપ્યા હતા વિકલ્પઃ ગુજરાત વિધાનસભા ગૃહના ધારાસભ્યના શપથ વિધિ દરમિયાન પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે ધારાસભ્યની શપથવિધિ શરૂ થાય તે પહેલા ત્રણ ભાષાના વિકલ્પ આપ્યા હતા. જેમાં ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં શપથ લેવાના વિકલ્પ આપ્યા હતા. જે અંતર્ગત કુલ 11 જેટલા ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. જ્યારે બે ધારાસભ્યોએ હિન્દી ભાષામાં શપથ લીધા હતા.
ક્યાં સભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધાઃકુબેર ડીંડોર સંતરામપુર, અનિરુદ્ધ દવે માંડવી, દર્શીતા શાહ રાજકોટ પશ્ચિમ, દર્શના દેશમુખ નાંદોદ, અનિકેત ઠાકર પાલનપુર, કિરીટ પટેલ(KK) ઊંઝા, અમિત ઠાકર વેજલપુર, અર્જુન મોઢવાડિયા પોરબંદર, પ્રધુમન વાંજા કોડીનાર, શંભુપ્રસાદ ટૂંડિયા ગઢડા, કનૈયા કિશોર દાહોદ, હિન્દીમાં શપથ લેનાર ધારાસભ્ય, દિનેશસિંહ કુશવાહ બાપુનગર અને સુરત પશ્ચિમમાંથી પુણેશ મોદીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. (Gujarat Assembly MLAs Oath Ceremony)