ગાંધીનગર : વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઉના કાંડ નામ લોકો સમક્ષ લાવનાર દલિત નેતા જીગ્નેશ મેવાણીએ વર્ષ 2017ની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી અપક્ષ તરીકેની ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. તેમજ વર્ષ 2017માં જીગ્નેશ મેવાણી વિધાનસભા ગૃહમાં કોંગ્રેસને સમર્થન કરતા આવ્યા છે, ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષે વડગામ બેઠક (Congress MLA Jignesh Mevani) પરથી તેમને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા અને તેમનો વિજય થયો છે. ત્યારે ETV Bharat સાથે મેવાણીએ આવનારા પાંચ વર્ષની કામગીરી અંગેને લઈને કેટલીક વાતો કરી હતી. (Gujarat Assembly House Congress)
ભલે 17 સભ્યો પણ તમામ મજબૂત નેતાઓજીગ્નેશ મેવાણીએ ETV Bharatને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ભલે 17 જ સભ્યો હોય, પરંતુ તમામ સભ્યો એકદમ સક્ષમ અને મજબૂત છે. જ્યારે હજુ સુધી અમારા વિપક્ષના નેતાની વરણી નથી થઈ, પરંતુ આ તમામ 17 સભ્યો વિપક્ષને લાયક છે. અમે એક સાથે મળીને ગુજરાત વિધાનસભામાં પ્રજા માટે અને પ્રજાના તમામ પ્રશ્નોનો મુદ્દો ઉઠાવીશું. જ્યાં જરૂર પડશે ત્યાં સરકારનો વિરોધ પણ કરીશું. (Opposition in Gujarat Assembly)
ફિલ્ડમાં જઈને કામ કરીશું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાહેર જનતાએ ભાજપ પક્ષને 156 બેઠક સાથે વિજય અપાવ્યો છે, ત્યારે જીગ્નેશ મેવાણીએ આગામી પાંચ વર્ષ સુધીમાં લોકોની વચ્ચે રહીને લોકોના કામ અને લોકોની સમસ્યા બાબતે જે કામગીરી કરવામાં આવશે. લોકોની વચ્ચે જઈને સંગઠનને મજબૂત કરીશું અને કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવાના તમામ પ્રયત્નો કરીશું. જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ એકસો બેઠક જીત્યું છે ત્યારે 156 બેઠકનો ભાજપને ઘમંડ આવી ગયો છે. તેઓ ઘમંડમાં રહીને જવિધાનસભાના નિયમોની પ્રાણલી તોડી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો. જ્યારે આવનારા દિવસોમાં લોકો સુધી ફરીથી ગ્રાઉન્ડમાં જઈને ભાજપનો ઘમંડ તોડીશું. (Opposition party in Gujarat)