ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022: ઝોન પ્રમાણે મતદાન ક્ષેત્રોના લેખાજોખા - મતદાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાવવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા સરળ રહે અને વધુમાં વધુ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે તે માટે કેન્દ્રીય ચૂંટણીપંચે (Election commision of india) અનેક નવા આયોજનો કર્યા છે. ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે મતદારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત પાંચ ઝોનમાં વહેચાયેલું છે. જાણો દરેક ઝોનના રાજકીય લેખાજોખા..

Gujarat Assembly Election 2022:
gujarat-assembly-election-2022-zone-wise-voting-constituencies-list

By

Published : Nov 9, 2022, 6:12 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાવવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા સરળ રહે અને વધુમાં વધુ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે તે માટે કેન્દ્રીય ચૂંટણીપંચે (Election commision of india) અનેક નવા આયોજનો કર્યા છે. ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે મતદારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સાથે સાથે ચૂંટણી આયોગે રાજ્યના મતદારોની ફાઇનલ યાદી જાહેર કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (Voter Brief Reform Program) બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી (electoral roll) પ્રસિધ્ધ કરવામાં આવી છે.

gujarat-assembly-election-2022-zone-wise-voting-constituencies-list

યુવા મતદારોની સંખ્યામાં વધારો:આખરી મતદાર યાદીમાં સમાયેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18 થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.મતદાર 80 વર્ષથી 100 વર્ષની વયના હશે તો તેમને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં આવશે અને પરત મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે.

કચ્છ ઝોનનું ગણિત

18 થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદાર:યુવા મતદારની વાત કરીયે તો 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.જો કે સારી બાબત એ છે કે આ વય જુથમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ મતદાર તરીકે વધુ નોંધણી કરાવી છે.જો કે કેન્દ્રીય ચૂંટણીપંચે આ વખતે અનેક વિશેષ આયોજન પણ કર્યા છે કે જેથી વધુમાં વધુ મતદાન થાય. આખરી મતદાર યાદીમાં સમાયેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18 થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

કચ્છ ઝોન: ગુજરાત મુખ્યત્વે 5 ઝોનમાં વહેચાયેલું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છના જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાજ્યના 33 જિલ્લાઓમાં કચ્છ જિલ્લો સૌથી મોટો છે.વિધાનસભાની કુલ બેઠકો જેમાં ભુજ, માંડવી, અબડાસા, અંજાર, ગાંધીધામ અને રાપરનો સમાવેશ થાય છે. હાલ ભુજ વિધાનસભા બેઠક પરથી નીમા આચાર્ય, અબડાસાથી ભાજપના પ્રદ્યુમન જાડેજા, માંડવી-મુન્દ્રાથી વીરેન્દ્ર સિંહ જાડેજા, અંજારમાંથી ભાજપના વાસણ આહીર, ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી અને રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાનો સમાવેશ થાય છે.

કચ્છ ઝોનનું ગણિત

સૌરાષ્ટ્ર ઝોન:સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 48 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી, મોરબી અને સોમનાથ જિલ્લાની એકપણ બેઠક ભાજપ જીતવા માટે સફળ રહ્યું ન હતું. જૂનાગઢમાં પણ 5 બેઠકોમાંથી માત્ર કેશોદ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જો કે રાજકોટની કુલ 8 બેઠકોમાંથી 6 બેઠકો પર અને ભાવનગર શહેરની 7 પૈકી 6 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. આમ કુલ 48 બેઠકોમાંથી ભાજપનો 18 અને 30 જેટલી બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. સૌરાષ્ટ્રની 18 બેઠકો પાટીદાર બહુલીક અને 10 વિધાનસભાની બેઠક કોળી મતદાર બહુલીક મનાઈ છે. આ સિવાય ક્ષત્રિય દરબાર અને ગરાસિયા રાજપૂત ભાવનગર અને જામનગરની સાથે ગોંડલ વિધાનસભા બેઠક પર મહત્વના મનાઈ છે

સૌરાષ્ટ્ર ઝોનનું ગણિત

દક્ષિણ ઝોન: હવે વાત કરીયે દક્ષિણ ઝોનની..દક્ષિણ ઝોનની વાત કરીયે તો કુલ 7 જિલ્લામાં 35 બેઠકોનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 35 બેઠકોમાંથી 25 બેઠકો હાલ ભાજપ પાસે છે જયારે 8 બેઠકો પર કોંગ્રેસ પાસે છે. બે બેઠકો BTP ના ફાળે ગઈ હતી. દક્ષિણ ઝોનમાં આદિવાસી અને પાતિસારણ વોટ સૌથી વધુ છે. સમગ્ર ઝોનમાં 14 જેટલી બેઠકો આદિવાસી અનામત છે જયારે 20 બેઠકો સામાન્ય છે.આદિવાસી બેઠકો પર અત્યર સુધીમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. જો કે સુરત શહેરની સીટ પર ભાજપનું એકતરફી પ્રભુત્વ રહ્યું છે.

દક્ષિણ ઝોનનું ગણિત

ઉત્તર ગુજરાત: ઉત્તર ગુજરાતમાં 2017 વિધાનસભાની ચૂંટણી બાદ અનેક ઉથલપાથલ થયા હતા. કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓ ભજપમાં જોડાયા હતા. ઉત્તર ગુજરાત પર પાટીદાર અને ઓબીસી સમાજનું પ્રભુત્વ છે. જો કે પાટીદાર સમાજમાં પણ બે ભાગ છે એક ઉજળિયાત પાટીદાર અને બીજા આંજણા ચૌધરી. આંજણા ચૌધરી ઓબીસીમાં આવે છે. ઉત્તર ગુજરાતના દલિત વોટ પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે રહ્યા છે. ઉત્તર ગુજરાતના કુલ 6 જિલ્લાઓમાં 32 બેઠકોનો સમાવેશ થાય છે. સમગ્ર વિસ્તારોમાં પાટીદાર, ઓબીસી, દલિત અને આદિવાસી વોટબેન્ક ધરાવે છે. હાલ ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પાસે જયારે 17 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષ પાસે છે.

ઉત્તર ગુજરાતનું ગણિત

મધ્ય ગુજરાત: હવે મધ્ય ગુજરાતની વાત કરીયે તો 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. મધ્યગુજરાતમાં આદિવાસી મતદારો હંમેશા ટ્રેન્ડસેટર રહ્યા છે. મધ્ય ગુજરાતની વાત કરીયે 61 બેઠકોમાંથી વડોદરામાં 10, દાહોદમાં 6, આણંદમાં 7, અમદાવાદમાં 21, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5 અને છોટાઉદેપુરમાં 3 બેઠકોનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં 8 જિલ્લાઓમાં સૌથી વધુ મત ઓબીસી સમુદાયના છે. જેની અસર 28 જેટલી બેઠકો પર સીધી દેખાઈ છે. આદિવાસી સમાજ મધ્ય ગુજરાતની 5 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. મધ્ય ઝોનમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે જયારે શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે

મધ્ય ગુજરાતનું ગણિત

સી વિઝલન એપ્લિકેશન: કેન્દ્રીય ચૂંટણીપંચે સી વિઝલન કરીને એક એપ્લિકેશન જાહેર કરી છે. ચૂંટણી દરમિયાન થતાં કોઈ ખોટાં કામો તેનો વીડિયો બનાવીને તેની ફરિયાદ કરે તો 100 મિનિટના ગાળામાં એ ફરિયાદના આધારિત પગલાં ભરવામાં આવશે. ફરિયાદી પોતાનું નામ ગુપ્ત રાખવા માગે તો તે નામ પણ ગુપ્ત રહેશે, જેમાં દારૂ હેરાફેરી, રૂપિયાની લેતીદેતી કે હેરાફેરીનો કોઈ પ્રયાસ કરે તો તેઓ આ એપ્લિકેશન પર સીધી ફરિયાદ કરશે.

ABOUT THE AUTHOR

...view details