ગાંધીનગરગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાના મતદાનની (Gujarat election first Phase voting) વાત કરવામાં આવે તો આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના કુલ 89 બેઠકો ઉપર મતદાનગણતરી હાથ ધરવામાં આવી હતી. તેમાં શરૂઆતના તબક્કામાં ધીમુ મતદાન હતું. પરંતુ બપોરે 12 વાગ્યા પછી મતદાનમાં ઝડપ આવી હતી. જ્યારે ચાર કલાક સુધીમાં સરેરાશ 52 ટકા જેટલું મતદાન (Total Average First Phase Voting in Gujarat) નોંધાયું છે.
4 કલાક સુધીમાં 52 ટકા મતદાનગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયામાં સરેરાશ 52 ટકા જેટલું મતદાન (Most voting in Gujarat ) નોંધાયું છે. જ્યારે હજુ સત્તાવાર આંકડો આવ્યો નથી. પરંતુ ત્રણ વાગ્યા સુધીના મતદાનની વાત કરવામાં આવે તો 48 ટકાની આસપાસ સાથે સરેરાશ મતદાન નોંધાયું હતું. જ્યારે હવે છેલ્લા એક કલાકમાં તમામ બુથ ઉપર તમામ રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ મતદાન (Least voting in Gujarat ) થાય તે રીતના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે.