ગુજરાત

gujarat

ETV Bharat / state

અમને ખબર જ છે ભાજપ સરકાર બનાવશે, તેમ છતાં અમે વધુ મતદાન કરવાની અપીલ કરીએ છીએ: સ્મૃતિ ઈરાની - Economic Backward Class

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022 ) પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પ્રમાણે 2022ની ચૂંટણી કરતા ચારથી પાંચ ટકા મતદાન ઓછું કરવામાં આવ્યું છે. જે બાબતે સવારે સ્મૃતિ ઈરાનીએ પાટણમાં અને મહેસાણામાં સભા અને રોડ શો કર્યા બાદ પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયા હોવાના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે ભાજપ પક્ષ હંમેશા વધુ મતદાન થાય અને લોકો લોકશાહીના પર્વમાં ભાગ લે તે માટેની અપીલ કરવામાં આવે છે.

અમને ખબર જ છે ભાજપ સરકાર બનાવશે, તેમ છતાં અમે વધુ મતદાન કરવાની અપીલ કરીએ છીએ: સ્મૃતિ ઈરાની
અમને ખબર જ છે ભાજપ સરકાર બનાવશે, તેમ છતાં અમે વધુ મતદાન કરવાની અપીલ કરીએ છીએ: સ્મૃતિ ઈરાની

By

Published : Dec 2, 2022, 6:40 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભા ચૂંટણી2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાનું મતદાન(Gujarat Election First Phase Voting) પ્રક્રિયા એક ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ છે. 19 જિલ્લાની 89 બેઠક ઉપર સરેરાશ 63.14 ટકા જેટલું મતદાન થયું છે. જે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2017) કરતા ચારથી પાંચ ટકા મતદાન ઓછું કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમને ખબર જ છે કે ભાજપ સરકાર બનશે. તેમ છતાં પણ અમે વધુ મતદાન કરવાની અપીલ કરીએ છીએ.

2022 કરતા વર્ષ 2017 ની વિધાનસભા સામાન્ય ચૂંટણી કરતા ચારથી પાંચ ટકા મતદાન ઓછું કરવામાં આવ્યું છે

ઓછું મતદાન બાબતે સ્મૃતિ ઈરાની આપ્યો જવાબગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા પહેલા તમામ કેન્દ્રીય પ્રધાનો અલગ અલગ જિલ્લાઓમાં 150 અને જાહેર સભા કરી રહ્યા છે. ત્યારે વહેલી સવારે સ્મૃતિ ઈરાનીએ પાટણમાં અને મહેસાણામાં સભા અને રોડ શો (road shows in Patan and Mehsana) કર્યા બાદ અમદાવાદ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયા હોવાના પ્રશ્નનો જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ હંમેશા વધુ મતદાન થાય અને લોકો લોકશાહીના પર્વમાં ભાગ લે તે માટેની અપીલ (BJP urge greater votes) કરવામાં આવે છે. જ્યારે પ્રથમ તબક્કામાં જે લોકોએ મતદાન કર્યું, તે માટે મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે પ્રથમ તબક્કાના મતદાનમાં પણ જનતા ઇચ્છતી હતી કે સરકાર ભાજપની જ બને અને પ્રગતિશીલ અને વિકાસના મુદ્દે જ લોકોએ મત આપ્યા હોવાનું નિવેદન સ્મૃતિ ઇરાનીએ આપ્યું હતું.

સંકલ્પ પત્ર બાબતે આપ્યું નિવેદનકેન્દ્રીય મહિલા પ્રધાન (Women Union Minister) સ્મૃતિ ઇરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના સમર્થનમાં લોકોએ મત આપ્યો છે. મત આપવો એ નાગરિકનો અધિકાર છે. જ્યારે ભાજપ પક્ષ દ્વારા જે સંકલ્પ પત્ર (BJP party resolution letter) રજૂ કરવામાં આવ્યો છે. તેમાં મહિલાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. બાળકીઓને કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણ તથા સ્કુટી પણ મફત આપવાની વાત કરવામાં આવી છે. જ્યારે EBC શ્રેણીના (Economic Backward Class) વિદ્યાર્થીનીઓને સ્કુટી આપવાની પણ જાહેરાત કરી છે. જ્યારે દરેક સિનિયર સિટીઝનને બસમાં મફત મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે. જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં વડાપ્રધાનનું જે આયુષ્માન ભારત યોજના છે. જેમાં પાંચ લાખ રૂપિયાની મર્યાદા છે. તેને પણ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details