ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપે 22 સીટ પર ઉમેદવાર જાહેર ન કરતા સસ્પેન્સ યથાવત - મહિલા

ભાજપે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે આ વખતે 38 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જ્યારે 2017માં ભાજપે આ ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા 7 ઉમેદવારોને ટિકિટ આપી છે.જો કે 22 જેટલી સીટ પર ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર થયા નથી. તેના કારણે ભારે સસ્પેન્સ યથાવત છે

ભાજપે 22 સીટ પર ઉમેદવાર જાહેર ન કરતા સસ્પેન્સ યથાવત
gujarat-assembly-election-2022-suspense-remains-as-bjp-does-not-announce-candidate-in-22-seats

By

Published : Nov 10, 2022, 3:07 PM IST

Updated : Nov 10, 2022, 5:29 PM IST

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંતર્ગત (Gujarat assembly election 2022) ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) આજે દિલ્હીથી 160 જેટલા ઉમેદવારોની યાદી (Party has announced the list of 160 candidates) જાહેર કરી છે.જેમાં 14 જેટલી મહિલાઓ છે અને અનેક નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ 182 વિધાનસભા બેઠકમાંથી હજુ પણ 22 બેઠકો ઉપર નામ જાહેર કરવામાં નથી આવ્યા. આ તમામ બેઠકો ઉપર અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે.

તમામ કાર્યકર્તાઓ મળ્યો ન્યાય: ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા ઉમેદવારીની જાહેરાત થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ પક્ષે એક સાથે 160 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલાઓ છે અને તમામ મોટાભાગમાં યુવાને નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઉમેદવારોની પસંદગીની વાત કરવામાં આવે તો જે શ્રેષ્ઠ કાર્યકર્તા અને જીતી શકે તેવા લોકો ઉપર જ પસંદગી ઉતારવામાં આવી છે. આ ઉપરાંત હજુ જે 22 જેટલા બેઠકો ઉપર નામ ઉમેદવારના જાહેર થયા નથી તે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

કઈ બેઠકો સસ્પેન્સ:

બેઠક નંબર બેઠકનું નામ

16 - રાધનપુર

18 - પાટણ

20 - ખેરાલુ

27 - હિંમતનગર

35 - ગાંધીનગર ઉત્તર

36 - ગાંધીનગર દક્ષિણ

37 - માણસા

38 - કલોલ

43 - વટવા

75 - ધોરાજી

81 - ખંભાળીયા

84 - કુતિયાણા

104 - ભાવનગર પૂર્વ

113 - પેટલાદ

117 - મહેમદબાદ

130 - ઝાલોદ (ST)

133 - ગરબાડા

138 - જેતપુર (ST)

142 - સયાજીગંજ

145 - માંજલપુર

149 - ડેડીયાપાળા (ST)

168 - ચોર્યાસી

22 બેઠકો પર સસ્પેન્સ યથાવત: ભાજપ દ્વારા 160 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દેવામાં આવી છે. હજુ 22 જેટલા ઉમેદવારોની નામ બાબતે ચર્ચા વિચારણા ચાલી રહી છે..ત્યારે મહત્વની વાત એ છે કે જે ગાંધીનગર લોકસભામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના લોક્સભા વિસ્તારની ઉત્તર ગાંધીનગર, દક્ષિણ ગાંધીનગર,કલોલ અને માણસા જેવી વિધાનસભા બેઠક ઉપર હજુ પણ નામ પર ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરનું નામ ચાલી રહ્યું છે. ત્યારે આ સીટો પર કોઈ પ્રકારનું રિસ્ક ભાજપ લેવા માંગતી નથી.

ભાવનગર પૂર્વ-ચોર્યાસી બેઠક પર અસમંજસ:ભાવનગર પૂર્વ બેઠક ઉપર વિભાવરીબેન દવે અને સુરતની ચોર્યાસી બેઠક ઉપર ઝંખનાબેન પટેલ અત્યારે ભાજપના ધારાસભ્ય તરીકે કાર્યરત છે.પરંતુ ભાવનગરમાં વિભાવરીબેન દવેનું પત્તું લગભગ કપાય તેવી શક્યતા છે ત્યારે તેમની જગ્યાએ બીજી કઈ મહિલાને અથવા તો એવા કયા ઉમેદવારને ટિકિટ આપી શકાય કે જેનાથી ભાજપ જીતી શકે તેની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત ચોર્યાસી બેઠક ઉપર પણ ઝંખનાબેન પટેલનો વિરોધ પણ ભૂતકાળમાં જોવા મળ્યો હતો ત્યારે આ બેઠક ઉપર પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી

કુતિયાણા બેઠક ભાજપ માટે મહત્વની: પોરબંદર પાસે આવેલ કુતિયાણા બેઠકની વાત કરવામાં આવે તો છેલ્લા બે ટર્મથી કુતિયાણા બેઠક ઉપર NCPના ધારાસભ્ય છે. જો કે રાજ્યસભાની ચૂંટણી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ ભાજપ તરફી મતદાન કર્યું હતું. ત્યારથી જ કોંગ્રેસ અને NCPમાં ફાટ પડી છે. જ્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન પણ હજી સુધી સત્તાવાર જાહેર થયું નથી. કોંગ્રેસે કુતિયાણામાં ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે ત્યારે આ બેઠક ઉપર કાંધલ જાડેજાને ભાજપ ઓપરેશન કરીને પણ ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ છે.

મહેમદાબાદ બેઠક પર ચર્ચા ચાલુ: મહેમદબાદ બેઠકની વાત કરવામાં આવે તો ભુપેન્દ્ર પટેલની સરકારમાં મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે તેમના ઉપર એક મહિલાએ દુષ્કર્મનો આક્ષેપ પણ લગાવવાની વાતો ભૂતકાળમાં સામે આવી છે. તેને લઈને પણ મહેમદાબાદ બેઠક ઉપર હજુ સુધી કોઈ પણ ઉમેદવારના નામ જાહેર થયા નથી.

Last Updated : Nov 10, 2022, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details