ગુજરાત

gujarat

ETV Bharat / state

પિંક મતદાન મથકની તમામ જવાબદારીઓ મહિલાઓના શિરે - ચૂંટણી

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં મહિલા સંચાલિત પિંક બૂથ તૈયાર (Pink Polling Station in Gandhinagar) કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકારની જવાબદારી મહિલાઓના શિરે આપવામાં આવી છે. (Gujarat Assembly Election 2022)

પિંક મતદાન મથકની તમામ જવાબદારીઓ મહિલાઓના શિરે
પિંક મતદાન મથકની તમામ જવાબદારીઓ મહિલાઓના શિરે

By

Published : Dec 5, 2022, 4:05 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા પહેલેથી જ જાહેરાત (Gujarat Assembly Election 2022) કરવામાં આવી હતી કે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં તમામ વિધાનસભા વિસ્તાર દીઠ એક મહિલા સંચાલિત બુથ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને આજે પાંચ ડિસેમ્બર બીજા તબક્કાને 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં મહિલા સંચાલિત પિંક બૂથ (Pink Polling Station in Gandhinagar) તૈયાર કરવામાં આવ્યું છે.

પિંક મતદાન મથક, મહિલાઓ કરી રહી છે તમામ ચૂંટણીની કામગીરીઓ

ચૂંટણીની તમામ જવાબદારી મહિલાઓના શિરેચૂંટણી પંચના નિયમો પ્રમાણે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં મહિલા સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકારની જવાબદારી મહિલાઓના શિરે આપવામાં આવી છે. જે પણ મતદાર મતદાન કરવા આવે ત્યારે મતદાનનું ફોટો ચેક કરવાનો મતદાર યાદીમાં નામ ચેક કરવાનું, વોટીંગ કરાવવાનું અને વોટિંગ કરાવ્યા પહેલા આંગળી ઉપર સહીની નિશાની કરવી ત્યારબાદ ચૂંટણીનો સમય પૂર્ણ થયા બાદ EVM સીલ કરવાની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે. (Second phase polling 2022)

સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 148 પિંક બુથ ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત પિંક બુથ એટલે કે સખી પોલિંગ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે સૌથી વધુ અમદાવાદ જિલ્લાની 21 બેઠકો ઉપર પ્રતિ બેઠકે 7 સખી પોલિંગ સ્ટેશન (Sakhi Polling Station) શરૂ કરવામાં આવશે. જેમાં કુલ 148 જેટલા સખી પૉલીગ સ્ટેશનમાં ફક્ત મહિલાઓ દ્વારા જ તે પોલિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે.

મહિલાઓ દ્વારા સંચાલિત બુથચૂંટણી પ્રક્રિયામાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા સાત મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે સખી મતદાન મથક (Sakhi Polling Station) તરીકે રચના કરવામાં આવશે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1,274 જેટલા સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે મહિલા અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. (Women run Pink Booth)

કેટલા જિલ્લામાં કેટલા બુથ હશે કાર્યરતક્ચ્છ 42, બનાસકાંઠા 64, પાટણ 27, મહેસાણા 49, સાબરકાંઠા 28, ગાંધીનગર 35, અમદાવાદ 148, સુરેન્દ્રનગર 35, રાજકોટ 56, જામનગર 35, પોરબંદર 14, જૂનાગઢ 33, અમરેલી 35, ભાવનગર 42, આણંદ 49, ખેડા નડિયાદ 42, પંચમહાલ 35, દાહોદ 35, બરોડા 70, નર્મદા 14, ભરૂચ 35, સુરત 112, ડાંગ 7, નવસારી 26, વલસાડ 34, તાપી 14, અરવલ્લી 21, મોરબી 21, દેવભૂમિ દ્વારકા 14, ગીર સોમનાથ 28, બોટાદ 14, મહીસાગર 21 અને છોટા ઉદેપુરમાં 21 રાખવામાં આવ્યા છે.

સૌથી ઓછા ડાંગ જિલ્લામાં ફક્ત 7 પોલિંગ સ્ટેશનરાજ્ય ચૂંટણી પંચે દ્વારા તમામ જિલ્લાની પ્રતિ વિધાનસભા બેઠક પર સાત જેટલા પોલીસ સ્ટેશન મહિલા સંચાલિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પોલિંગ સ્ટેશન સખી પોલિંગ સ્ટેશન એટલે કે પિંક પોલિંગ સ્ટેશન તરીકે ઓળખવામાં આવશે. જ્યારે ગુજરાત રાજ્યમાં ફક્ત ડાંગ જિલ્લામાં એક જ બેઠક હોવાથી 7 મહિલા સંચાલિત સખી પોલિંગ બુથ ઉભા કરવામાં આવશે. જ્યારે સૌથી વધુ અમદાવાદ શહેર અને જિલ્લામાં 148 સખી પૉલીગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. તેમજ પ્રતિ વિધાનસભા બેઠક દીઠ કયા પુલિંગ સ્ટેશનને મહિલા સંચાલિત સ્ટેશન કરવું તે જ તે જિલ્લા કલેકટર નક્કી કરશે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details