ગાંધીનગર : ભાજપ પક્ષ દ્વારા વિધાનસભાના ઉમેદવારોની સત્તાવાર યાદીની જાહેરાત (Congress MLA joined BJP) કરવામાં આવે તે પહેલાં જ ત્રણ જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષને પોતાનો હાથ બતાવીને હાથમાં કમળ ઝાલ્યું છે, ત્યારે 9 નવેમ્બરના મોડી રાત્રે ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યું હતું. તેઓએ ગઈકાલે બપોરે સત્તાવાર ભાજપમાં જોડાયા હતા અને તેઓએ નિવેદન આપ્યું હતું કે, હું ચૂંટણી નહીં લડવાની શરતે ભાજપમાં જોડાવ છું.(Bhavesh Katara joined BJP)
ઝાલોદ વિધાનસભાની બેઠક પર ઉમેદવાર ભાજપ પક્ષ દ્વારા ગઈકાલે સત્તાવાર રીતે 160 જેટલા વિધાનસભા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ગત મોડી રાત્રે ઝાલોદના ધારાસભ્ય તરીકે ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી રાજીનામું સત્તાવાર રીતે આપી દીધું છે. તેઓએ ગઈકાલે ભાજપ પક્ષ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ઝાલોદ વિધાનસભા બેઠકોની કોઈપણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી, ત્યારે ભાવેશ કટારા ભાજપમાંથી ચૂંટણી લડશે તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.(Jhalod assembly seat)