ગાંધીનગર: છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) વહેલી જાહેરાત થશે તેવી અટકળો ચાલી રહી છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે અગાઉ પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ ચૂંટણી સમયસર જ આવશે તેવા નિવેદનો પણ આપ્યા છે. તેમ છતાં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે તેવો ગણગણાટ અને માહોલ ઉભો કરવામાં આવ્યો છે. ત્યારે હવે સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયસર ડિસેમ્બર માસમાં જ આવશે.
ચૂંટણી કેમ વહેલી નહીં આવે ? -ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)વહેલી કેમ નહીં આવે તેનું સચોટ કારણની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ચૂંટણી પંચને(Central Election Commission)કરેલા નિયમો અને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે કોઈપણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી 12 જૂન બાદ યોજી શકાય નહીં કારણ કે 12 જૂન પછી સમગ્ર દેશમાં ચોમાસાની સિઝનનો શરૂઆત થાય છે. વરસાદમાં ચૂંટણી કરવી યોગ્ય ગણાતી ન હોવાની પણ ટીપ્પણી છે ત્યારે જો ચૂંટણીપંચ દ્વારા 27 એપ્રિલના રોજ ચૂંટણીની જાહેરાત કરાઈ હોય તો જ 10 થી 12 જૂનની વચ્ચે ચૂંટણી પૂર્ણ થાય તેવી શક્યતા હતી. પરંતુ 27 એપ્રિલનાં રોજ કોઈપણ પ્રકારની જાહેરાત થઇ નથી જેથી હવે ચૂંટણી પંચના નિયમ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયસર ડિસેમ્બર માસમાં જ થશે.
આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: ભારતની રાજનીતિમાં પક્ષ પલટો કરવોએ સામાન્ય બાબત બની ગઈ
45 દિવસની આચારસંહિતા -ચૂંટણી આચાર સંહિતાની વાત કરવામાં આવે તો જે દિવસની ચૂંટણીની જાહેરાત થાય તેમાં 45 દિવસની આચાર સહિતા લાગુ કરવામાં આવે છે અને ત્યારબાદ તબક્કા સાથે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે છે. જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ન આવે ત્યાં સુધી સમગ્ર પ્રદેશમાં આચાર સહિતા લાગુ હોય છે. આમ દિવસની વાત કરવામાં આવે તો 27 એપ્રિલ થી 12 જૂન સુધીમાં 47 જેટલા દિવસો થાય છે. પરંતુ સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે 12 જુન અને 12 જૂન પછી સમગ્ર દેશમાં ચૂંટણી યોજાઈ શકે નહીં તે પ્રમાણે હવે ગુજરાતમાં પણ સમયસર જ ચૂંટણી આવશે.
3 બેઠકો ખાલી -ગુજરાતમાં બે વિધાનસભાની બેઠકો એવી છે કે જેમાં સભ્યનું અવસાન થયું છે. તેમાં એક કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારા અને ભાજપના ધારાસભ્ય ડોક્ટર આશાબહેન પટેલનું અવસાન થયું હજી ત્યારે આ બન્ને બેઠકો પર ચૂંટણી પંચના નિયમ પ્રમાણે છ મહિનાની આવતી આપવામાં આવે છે અને છ મહિનાની અંદર વિધાનસભાના પેટાચૂંટણી કરવી પડે છે. પરંતુ વધારાની સત્તાની વાત કરવામાં આવે તો વધારાના છ મહિના પણ આપવામાં આવે છે આમ ડિસેમ્બર સુધીમાં બંને બેઠકોમાં એક વર્ષનો સમયગાળો પૂર્ણ થાય છે જ્યારે દ્વારકાની એક બેઠક પણ હજી સુધી ખાલી છે.
આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રદેશનો વિસ્તૃત અહેવાલ હાઇકમાન્ડને સોંપશે
વર્ષ 2017 વિધાનસભા પર એક નજર -વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઇ હતી. જેમાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ 19 જિલ્લાની 89 બેઠક અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરના રોજ 93 વિધાનસભા બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે 18 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાઇ હતી. વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક પર 4.33 કરોડ મતદારો અને 50,128 મત કેન્દ્રો હતા. 102 મતદાન મથકો પર માત્ર મહિલાઓનો પૉલિગ સ્ટાફ હતો.