ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)ભાજપના 156 બેઠક ઉપર બમ્પરવિજય થયો છે. ત્યારે તારીખ 12 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન(Chief Minister of Gujarat) તરીકે ભુપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓએ શપથગ્રહણ કર્યા છે. આજે 13 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત તમામ નેતાઓએ પોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો છે. ત્યારે તમને સવાલ થતો હશે કે મુખ્યપ્રધાનનું કાર્યાલય કેવું હશે? આજે અમારા આ ખાસ અહેવાલમાં જૂઓ કેવું છે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું (cm office gujarat) કાર્યાલય.
ભગવાન દાદાના આશીર્વાદમુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભગવાન દાદાને ખૂબ જ માને છે. ત્યારે સીએમ ભુપેન્દ્ર પટેલે પોતાના બેઠક સ્થાન સામે જ ભગવાન દાદાની સ્થાપના કરી છે. જયારે પહેલી વખત મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના(Bhupendra Patel government Gujarat) નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તેઓ કમલમ થી સીધા જ ત્રિમંદિર ભગવાન દાદાના દર્શન કરવા ગયા હતા. અને તે સમયથી જ પોતાના કાર્યાલયમાં તેમની બેઠકની સામે જ ભગવાનદાદાની મોટી મૂર્તિનું સ્થાપન કર્યું છે.આમ સતત ભગવાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવા હેતુથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમની બેઠકની સામે જ ભગવાનદાદાનું સ્થાપન કર્યું છે.
કાર્યાલયમાં 4 દિગ્ગજો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જે જગ્યા ઉપર બેસીને ગુજરાતનું કામ સંભાળે છે તે જગ્યાની પાછળ આવેલી દિવાલ પર ચાર દિગ્ગજોના ફોટા પણ મૂકવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારબાદ જવાહરલાલ નેહરૂ, અને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો ફોટો મુકવામાં આવ્યો છે. એ તમામ ફોટાની ઉપર ગુજરાતનો મોટો નકશી કામ કરેલ ગ્રાફ પણ મુકવામાં આવ્યો છે. જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ચેરની બાજુમાં અશોક સ્તંભ રાખવામાં આવ્યો છે. ચેમ્બરના સારંગપુર હનુમાનજી નો ફોટો મુકવામાં આવ્યો છે.
કમળનું પ્રતિબિંબ દિવાલ પરસૂર્યોદય થાય તેવું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની બેઠક છે તે જગ્યા પર કમળનું પ્રતિબિંબ દિવાલ પર તૈયાર કરવામાં આવ્યું છે. અને તે પ્રતિબિંબમાં સૂર્યોદય થતો હોય તેવુ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ એ જ કાર્યાલય છે. જેમાં મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સ્વયમ સંકુલ એકમાં ત્રીજા માળે આવેલ કાર્યાલયમાં ફક્ત ત્રણ થી ચાર વર્ષ સુધી જ રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2014 માં તેઓ વડાપ્રધાન બન્યા હતા.