ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યા હાજર - ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી આજે ઉમેદવારી નોંધાવી (Chief Minister Bhupendra Patel filed nomination) છે. કેન્દ્રીયપ્રધાન અમિત શાહ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યા હાજર
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યા હાજર

By

Published : Nov 16, 2022, 12:39 PM IST

Updated : Nov 16, 2022, 12:53 PM IST

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી આજે ઉમેદવારી નોંધાવી (Chief Minister Bhupendra Patel filed nomination) છે. કેન્દ્રીયપ્રધાન અમિત શાહ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા.

ભાજપ નહીં બદલે મુખ્યપ્રધાન : ગુજરાતમાં મુખ્યપ્રધાનને લઈને અમિત શાહે નિવેદન આપ્યું હતું કે, ભાજપ ગુજરાતમાં બહુમતીથી જીતશે તો ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યપ્રધાન રહેશે. અમિત શાહના નિવેદનથી ગુજરાતમાં મુખ્યપ્રધાનની સ્થિતિ થોડી સ્પષ્ટ બની છે. આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવીને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા છે. જો કે કોંગ્રેસે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.

ઘાટલોડિયાથી બે CM મળ્યા :ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતને બે મુખ્યપ્રધાન મળ્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબેન પટેલે કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલને એક લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. જો કે પાટીદાર અનામત આંદોલનમાં તેમણે CM પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ ?

  • ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ગુજરાતના 17મા મુખ્યપ્રધાન છે.
  • એપ્રિલ વર્ષ 1980માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવી હતી.
  • તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.
  • વર્ષ 2008થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા.
  • તેઓ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે.
  • તેઓ વર્ષ 2015 થી 2017 સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા.
  • તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.
  • તેઓ વર્ષ 2010 થી 2015 સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતાતેઓ મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા.
  • વર્ષ 1990-20માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા.
  • ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા.
  • 12 સપ્ટેમ્બર, વર્ષ 2021ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલનું શિક્ષણ :ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ 1977માં ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હતું. જ્યારે તેઓ ધી.ન્યુ. હાઈસ્કૂલમાં માધ્યમિક સુધીમાં અભ્યાસ કર્યો અને જે.બી.શાહ જ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ અમદાવાદની સરકારી પોલીટેકનીકમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ એપ્રિલ 1982માં પૂરો કર્યો હતો. પેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ( Bhupendra Patel Education )કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે.

ભૂપેન્દ્ર પટેલની પ્રારંભિક શરુઆત : ભૂપેન્દ્ર પટેલ અભ્યાસની સાથે સાથે જ તેઓ RSS સાથે સંકળાયેલા હતાં., જ્યારે ભૂપેન્દ્ર પટેલે શરૂઆતમાં તેમના કરિયરમાં બિલ્ડર સાથે રહીને બિલ્ડીંગ લાઈનમાં આગળ વધ્યા હતા, બિલ્ડરની સાથે મેમનગરમાં સભ્ય બન્યા હતા. જ્યારે તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અકમ વિજ્ઞાન ફાઉન્ડેશનમાં પણ સક્રિય છે. વર્ષ 2001ના ભૂકંપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તૂટી ગયા હતાં. ભૂપેન્દ્ર પટેલની ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષ 2001માં ગુજરાતમાં જે ગોઝારો ભૂકંપ આવ્યો હતો તેમાં તેઓ ખૂબ જ તૂટી ગયાં હતાં. શરૂઆતના તબક્કામાં તેઓ બિલ્ડર તરીકે કામગીરી કરી હતી અને આ જ સમય દરમિયાન અનેક સ્કીમ તેમની ચાલતી હતી પરંતુ વર્ષ 2001ના ભૂકંપમાં લોકોએ ફ્લેટમાં રહેવા જવાનું ટાળ્યું હતું જેથી તેઓને ખૂબ જ મોટું નુકસાન પણ સહન કરવું પડ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલનો રાજકારણમાં પ્રવેશ : ભૂકંપ બાદ ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel Political Profile ) પોતાની રીતે જ ફરી પગભર થયા હતાં. ત્યારબાદ વર્ષ 2010માં રાજકીય પ્રવેશ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનથી કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ પહેલાથી જ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના ( BJP ) નજીકના માનવામાં આવી રહ્યા છે. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબેન પટેલની બેઠક પરથી જ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલ પહેલેથી ભાજપ પક્ષ સાથે જોડાયેલ હતા, વર્ષ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ 1999માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે 1999-2000 અને 2004 થી 2006 સુધી રહ્યાં.

ભૂપેન્દ્ર પટેલ રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન : કોર્પોરેશનમાં આગળ વધતાં તેઓ મહત્ત્વના સીમાચિહ્નો ( Bhupendra Patel Political Profile ) હાંસલ ( BJP ) કરવા લાગ્યાં હતાં. વર્ષ 2008-2010 સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતાં ત્યારે બાદ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના નવા માળખામાં તેઓને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ભાજપ પક્ષે નિમણુંક કરી હતી ત્યારે બાદ ભૂપેન્દ્ર પટેલ સતત 5 વર્ષ સુધી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે રહ્યા હતાં, ત્યારબાદ વર્ષ 2015 થી 2017 સુધી AUDA ના ચેરમેન તરીકે સત્તામાં રહ્યા છે ઉપરાંત જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે જ મોડી રાત્રે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. 1,17,750 મતથી ઘાટલોડિયા બેઠક પર જીત્યા હતાં, આમ પ્રથમ વખત જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ધારાસભ્યની ટર્મ પુરી થાય તે પહેલાં જ 11 સપ્ટેમ્બર 2021 ના દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ભાજપની બેઠકમાં ગુજરાતના 17માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની 12 સપ્ટેમ્બર 2021ના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ભૂપેન્દ્ર પટેલ શા માટે લોકપ્રિય છે :વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ( BJP ) ઉમેદવાર તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિયમ મુજબ એફિડેવિટ કરી હતી જે વર્ષ 2017 મુજબ ભૂપેન્દ્ર પટેલ પર અત્યાર સુધીમાં એક પણ પોલીસ કેસ ફાઇલ થયો નથી. એટલે કોઈ પ્રકારનો ક્રિમિનલ રેકોડ ભૂપેન્દ્ર પટેલ ધરાવતાં નથી. જ્યારે તેઓ પાટીદાર સમાજના સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે. સીએમ શપથ લીધા હતાં અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદની હાઈ પાવર કમિટીની બેઠક ગણતરીની મિનિટોમાં જ લીધી હતી અને ત્યારબાદ કરોડો રૂપિયાનું પેકેજની પણ જાહેરાત અમુક દિવસોના અંતરે કરી હતી. આ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી સચિવાલયના દરવાજા લોકો માટે બંધ હતાં તે પણ ખોલવાનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel Political Profile ) કર્યો હતો. સાથે જ કોરોનાની ગાઇડલાઇન્સ પણ ધીરે ધીરે હળવી કરી હતી. જ્યારે એક વર્ષ કરતાં પણ વધુ સમયથી તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન છે પરંતુ તેઓ હજી સુધી પણ કોઈ પણ મોટા અથવા તો ખોટા નિવેદનમાં ફસાયા નથી.

ઘાટલોડીયા બેઠકની ડેમોગ્રાફી : અમદાવાદ શહેરની ઘાટલોડીયા વિધાનસભા બેઠકમાં પાટીદારોની વસ્તી વધુ છે. આથી મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2017)માં પાટીદાર ઉમેદવારો ઉતર્યા હતા. આ ઉપરાંત અહીં રબારી-ભરવાડ, ઠાકોર જેવી જ્ઞાતિ પણ જોવા મળે છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પ્રમાણે અહીં કુલ 03,52,340 જેટલા મતદારો હતા.

2008માં અસ્તિત્વમાં આવેલી ઘાટલોડિયા બેઠક : 2008માં ઘાટલોડીયા વિધાનસભા બેઠક (Ghatlodia assembly seat ) અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. એટલે વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે. ઘાટલોડિયા પશ્ચિમ અમદાવાદમાં આવેલ વિકસિત વિસ્તાર ગણાય છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે. જ્યારે ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેરના ત્રાગડ, ઘાટલોડિયા અને મેમનગર ગામનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના લપકામણ, લીલાપુર, ખોડીયાર નગર, છારોડી, જગતપુર, હેબતપુર, શીલજ, ચેનપુર, ઘુમા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા, થલતેજ અને બોપલનો સમાવેશ થાય છે.

ઘાટલોડીયા બેઠકની ડેમોગ્રાફી: અમદાવાદ શહેરની ઘાટલોડીયા વિધાનસભા બેઠકમાં પાટીદારોની વસ્તી વધુ છે. આથી મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2017)માં પાટીદાર ઉમેદવારો ઉતર્યા હતા. આ ઉપરાંત અહીં રબારી-ભરવાડ, ઠાકોર જેવી જ્ઞાતિ પણ જોવા મળે છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પ્રમાણે અહીં કુલ 03,52,340 જેટલા મતદારો હતા.

2008માં અસ્તિત્વમાં આવેલી ઘાટલોડિયા બેઠક : 2008માં ઘાટલોડીયા વિધાનસભા બેઠક (Ghatlodia assembly seat ) અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. એટલે વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે. ઘાટલોડિયા પશ્ચિમ અમદાવાદમાં આવેલ વિકસિત વિસ્તાર ગણાય છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે. જ્યારે ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેરના ત્રાગડ, ઘાટલોડિયા અને મેમનગર ગામનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના લપકામણ, લીલાપુર, ખોડીયાર નગર, છારોડી, જગતપુર, હેબતપુર, શીલજ, ચેનપુર, ઘુમા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા, થલતેજ અને બોપલનો સમાવેશ થાય છે.

2008માં અસ્તિત્વમાં આવેલી ઘાટલોડિયા બેઠક :2008માં ઘાટલોડીયા વિધાનસભા બેઠક (Ghatlodia assembly seat ) અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. એટલે વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે. ઘાટલોડિયા પશ્ચિમ અમદાવાદમાં આવેલ વિકસિત વિસ્તાર ગણાય છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે. જ્યારે ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેરના ત્રાગડ, ઘાટલોડિયા અને મેમનગર ગામનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના લપકામણ, લીલાપુર, ખોડીયાર નગર, છારોડી, જગતપુર, હેબતપુર, શીલજ, ચેનપુર, ઘુમા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા, થલતેજ અને બોપલનો સમાવેશ થાય છે.

Last Updated : Nov 16, 2022, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details