ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly: રાહુલ ગાંધીના મામલાને લઈ કોંગ્રેસના MLAs કાળા કપડામાં ગૃહમાં આવ્યા, તમામ સસ્પેન્ડ - Rahul Gandhi membership canceled

રાહુલ ગાંધીના કેસને લઈને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરતા સત્રમાંથી તમામ MLAsને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હમ લડેંગે ચોરો સેના નારા જેવા કોંગ્રેસ નારા લગાવ્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યએ કાળા કપડા પહેરીને લોકશાહીનો કાળો દિવસની ઉજવણી કરીને ભાજપનો વિરોધ કર્યો હતો.

Gujarat Assembly : રાહુલ ગાંધીના મામલાને લઈને કોંગ્રેસના MLAs કાળા કપડાં પહેરીને કર્યો વિરોધ, ગૃહમાંથી તમામને કરાયા સસ્પેન્ડ
Gujarat Assembly : રાહુલ ગાંધીના મામલાને લઈને કોંગ્રેસના MLAs કાળા કપડાં પહેરીને કર્યો વિરોધ, ગૃહમાંથી તમામને કરાયા સસ્પેન્ડ

By

Published : Mar 27, 2023, 4:12 PM IST

Updated : Mar 28, 2023, 9:23 AM IST

રાહુલ ગાંધી સભ્યપદ રદ થતા કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડાં પહેરીને કર્યો વિરોધ

ગાંધીનગર : સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ બે વર્ષની સજાની જાહેરાત કરી છે. તેને ધ્યાનમાં લઈને લોકસભામાં રાહુલ ગાંધીના સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જેથી આજે કોંગ્રેસના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના પગથિયે કાળા કપડા પહેરીને લોકશાહીનો કાળો દિવસની ઉજવણી કરીને રાહુલ ગાંધીના સમર્થન આપીને ભાજપનો વિરોધ કર્યો હતો. જેને લઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં પૂરા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તમામ સભ્યો કાળા કપડાં પહેરીને આવ્યા :ગુજરાત વિધાનસભા ગૃહનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીના સભ્ય પદ રદ બાબતે કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે કાળા કપડા પહેરીને વિધાનસભાના પગથિયા ઉપર રાહુલ ગાંધીને સમર્થન કરતો વિરોધ કર્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચે કેવા પ્રકારના સંબંધ છે. અદાણીમાં 20,000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તે બાબતના પ્રશ્નો પણ અમિત ચાવડાએ કર્યા હતા. આમ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ કાળા કપડા પહેરીને બ્લેક ડે ઓફ ડેમોક્રેસીના સૂત્ર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાખોડી કલરના ઝભ્ભા પહેર્યા હતો. જે કોંગ્રેસના ધારાસભ્યથી અલગ પડતા હતા.

રાહુલ ગાંધી છે ગોડશે નથી :ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા મીડિયા આક્ષેપો કર્યા હતા કે, રાહુલ ગાંધી સાથે ભાજપે અન્યાય કર્યો છે અને પહેલા અંગ્રેજો સાથે લડ્યા હતા. હવે ચોરો સાથે લડવામાં આવશે. આમ પહેલેથી ગોળો છે. હમ લડેંગે ચોરો સેના નારા પણ કોંગ્રેસે લગાવ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીના કયા પ્રકારના સંબંધો છે. આ સાથે જ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીના વિમાનમાં ફરતા હતા મિત્રતા નિભાવી હતી, ત્યારે હવે તેનું વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીને આપી રહ્યા હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંઘને લઈને કરી વાતો

ભાજપને અંગ્રેજો સાથે સરખામણી :અમિત ચાવડાએ વિરોધ દરમિયાન જણાવ્યું હતું કે, આઝાદી પહેલા 13 માર્ચે અંગ્રેજોએ ભગતસિંહ અને આપણા ક્રાંતિવીરોને સજા ફરમાવી હતી. આ 23 માર્ચના રોજ નવા અંગ્રેજોના શાસનમાં એક ગાંધીને સજા ફરવામાં આવી છે. જે ખોટી રીતે કેસ ઊભા કરીને નિયમોનું ઉલ્લંઘન કરીને કાર્યવાહી કરી અને કાર્યવાહી પછી તરત જ સભ્યપદ કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ હતો કે, PM મોદી અને અદાણી વચ્ચે જે સંબંધો છે તે સંબંધો શું છે. આ દેશની જનતા જાણવા માંગતી હતી.

20,000 કરોડ રૂપિયાનું બેનામી રોકાણ :અદાણીની સેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયાનું બેનામી રોકાણ ક્યાંથી આવ્યું? આ રોકાણ કોનું હતું ભાજપના મોટા નેતાના પૈસા અને ભાગીદારી તો હતી નહીં ને આ દેશની જનતા જાણવા માંગે છે. અદાણી કૌભાંડની તપાસ માટે જે.પી સી માંગવામાં આવી આ મુદ્દાઓને લઈને રાહુલ ગાંધીએ લોકસભામાં પ્રશ્ન પૂછ્યા ચર્ચા કરવાનો પ્રશ્ન કર્યો, તપાસની માંગ કરી ત્યારે બોલતા રોકવામાં આવ્યા, કાર્યવાહીમાંથી તેમના પ્રવચન રદ કરવામાં આવ્યા. આમ રાહુલ ગાંધી બોલી ના શકે અવાજ ના ઉઠાવી શકે તે માટે નવા અંગ્રેજોએ આ ગાંધીનું ડરાવવા ધમકાવવાની રાજનીતિ કરી હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા.

આ પણ વાંચો :Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધી માટે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરતા પોલીસે કરી અટકાયત

લોકશાહી માં કાળો દિવસ :કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દેશની લોકશાહી ખતરામાં છે. લોકશાહીને બચાવવા માટે અને લોકશાહી બચે તે માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારે જે રીતે વર્તી રહી છે અને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે અદાણીની સામે, કિરણ પટેલ સામે અમે મુદ્દો ઉઠાવ્યો અને અમે જે મુદ્દા ઉઠાવીએ તેને ડાયવર્ટ કરવા માટે પ્રજાનું માનસ બદલવા માટે ગેરબંધારણીય રીતે વર્તી રહ્યા છે, ત્યારે લોકશાહીને બચાવવા માટે અમે કાળો દિવસ મનાવી રહ્યા છીએ. ત્યારે બીજી તરફ કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Porbandar Congress: રાહુલ ગાંધીની સજા મામલે વિરોધ પ્રદર્શન કરતા અર્જુન મોઢવાડિયાને પકડી ગઈ પોલીસ

ધારાસભ્યને કરવામાં આવ્યા સસ્પેન્ડ :વિધાનસભા ગૃહની કામગીરી 29 માર્ચ સુધી કાર્યરત છે. 29 માર્ચ સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદીય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવને લઈને રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો. વિધાનસભાના નિયમ 52 હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બજેટ સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Last Updated : Mar 28, 2023, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details