ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો સમુદ્ર પર્યાવરણના સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરીનો ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કેગ દ્વારા રાજ્ય સરકારની અનેક ટિપ્પણીઓ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારામાં અનઅધિકૃત બાંધકામ શોધી કાઢવા રાજ્ય સરકાર પાસે કોઈપણ પ્રકાર નથી, અનેક ગટરનું ગંદુ પાણી પણ દરિયામાં છોડાઈ હોવાની ટિપ્પણી કેગ દ્વારા કરવામાં આવી રહી છે.
GCZMAના પુનગઠનમાં વિલંબ :રાજ્યના દરિયાકાંઠાની નિયમન વિસ્તારમાં પર્યાવરણ પ્રદૂષણનું નિવારણ ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અને શિયાળ ઝેડ જાહેરનામાની જોગવાઈઓના કથિત ઉલ્લંઘનના કેસમાં તપાસ કરવાની સત્તા GCZMA આપવામાં આવી છે. પરંતુ આપેલી મહત્વની કામગીરીઓ પૈકી કેટલીક અમલ કરવામાં સંસ્થા નિષ્ફળ ગઈ છે. કોઈ સમર્પિત કામ પણ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે જિલ્લા સદની સમિતિઓની બેઠક પર નિયમિત રૂપે થઈ ન હતી.
કેગની સરકારને ટકોર :દરિયાકાંઠાના અનેક વિસ્તારના ઉલ્લંઘનના 32 કેસો પૈકી 14 કેસનો ઉકેલ લાવવાનો બાકી હતો. જ્યારે ચાર કેસ ન્યાયધીન હતા. આ ઉપરાંત ફરિયાદનો રેકોર્ડ પણ રાખ્યો હતો કે ન તો આવી ફરિયાદનો સમયસર નિકાલ કરવા માટે કોઈ માનવ સંચાલન પ્રક્રિયાની રચના પણ કરી ન હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓળખ કરવામાં આવેલા ખૂબ જ સંવેદનશીલ સમુદ્ર કિનારા વિસ્તારો માટે સંકલિત વ્યવસ્થાપન યોજના તૈયાર કરવા માટે રાજ્ય સરકારને વિચારણા કરવાની ટકોર કેગ દ્વારા કરવામાં આવી છે.
વિકાસના કામ માટે પરવાનગી ના લીધી :ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા કેગના અહેવાલમાં વર્ષ 2015થી 20 દરમિયાન સરકારી સંસ્થાઓ દ્વારા પોસ્ટર રેગ્યુલેશન ઝોનની જાહેરનામાના ઉલ્લંઘનોની વિગતો સામે આવી છે. જેમાં ભરૂચ શહેર ખાતે નર્મદા નદી પર પૂલના બાંધકામમાં મંજૂરી મેળવી નથી. સાથે જ સુરત ખાતે નદી પર પુલ બાંધવા માટે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પ્રકારની મંજૂરી મેળવવામાં આવી ન હતી. જ્યારે સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર ફૂલોના બાંધકામ જેવા કે ચંદ્રશેખર આઝાદપુર સરદારપુર કેબલ સ્ટેન્ડ પુલ અને પાલ ઉમરા પુલ માટે પણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની મંજૂરી લેવામાં ન આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે. આમ મીઠાના અગરના બાંધકામ નાની ચીડાઈ મોટી ચિરાય કે જે બચાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે. તેમાં પણ દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને મહેસૂલ વિભાગ દ્વારા CRZની મંજૂરી મેળવવામાં આવી નથી.
ખરાઈ ઊંટનો વિનાશ :કેગ રિપોર્ટમાં ગુજરાતના ખરાઈ નસલના ઉંટો કે જેઓ તરતા ઉટ તરીકે પ્રખ્યાત છે. તે માત્ર રાજ્યમાં જ મળી આવતી એક પ્રજાતિ છે. જે જમીન અને કિનારાના એમ બેવડા પર્યાવરણમાં રહે છે. મેન્ગ્રોવ વૃક્ષ આ વિશિષ્ટ જાતિ માટે જીવા દોરી છે. આ વૃક્ષો વિનાશ ખરાઈ ઊંટના અસ્તિત્વ માટે જોખમ રૂપ બની શકે છે. જ્યારે કચ્છ કેમલ બ્રિડર્સ એસોસીએશન તરફથી મીઠાના અગરના ભાડા પટ્ટા વાળાઓ દ્વારા ભચાઉ તાલુકાના કચ્છના નાની ચિરાઈ અને મોટી ચિદાઈ વિસ્તારોમાં મેન્ગ્રોવના મોટાભાઈ થતા વિનાશ બાબતની ફરિયાદ કરવામાં આવી હતી.
વૃક્ષોના પુનઃસ્થાપનના પગલાં : આમાં વધુ તપાસ કરતાં સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે કે, 9511 મીટરના પાટા બાંધવામાં આવ્યા હતા. આશરે 117 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ કરવામાં આવ્યા છે. જ્યારે સરકારે આ વૃક્ષોના પુનઃસ્થાપન સહિતના કોઈ પગલા લીધા નથી. જ્યારે ગુજરાતના મુખ્ય સચિવને પણ ત્રણ મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરવાનું જણાવ્યું હતું, પરંતુ સપ્ટેમ્બર 2021 સુધીમાં કોઈ જ રિપોર્ટ રજૂ થયો ન હતો.