ગાંધીનગર: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ અને ડાંગ વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી યોજાશે. આ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે. જો ઉમેદવારની વાત કરવામાં આવે તો 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 71 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે, જેમાં સૌથી વધુ લીંબડી બેઠક પર 20 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછી ઉમેદવારી ડાંગ બેઠક પર જોવા મળી રહી છે. ડાંગ બેઠક પર ફક્ત 4 જ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જોકે હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ફોર્મ પરત ખેંચવા સમયે કેટલાક ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી છે તે પણ જોવું રહ્યું...
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ 8 બેઠક પર 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યું, સૌથી વધુ લીંબડી બેઠક પર 20 ફોર્મ ભરાયા - 71 ઉમેદવારો
ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જેને ધ્યાનમાં લઈને અત્યાર સુધી કુલ 71 ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આ 8 બેઠક પર પ્રજા કયા પક્ષના ઉમેદવારની પસંદગી કરે છે. સૌથી વધારે 20 ફોર્મ લીંબડી બેઠક પરથી ભરાયા છે. જ્યારે સૌથી ઓછા એટલે કે 4 ફોર્મ ડાંગ બેઠક પરથી ભરાયા છે.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ 8 બેઠક 71 ઉમેદવારે ફોર્મ ભર્યું, સૌથી વધુ લીંબડી બેઠક પર 20 ફોર્મ ભરાયા
કયા વિધાનસભા વિસ્તારમાં કેટલા ફોર્મ ભરાયા ?
- અબડાસા વિધાનસભા બેઠક - 14 ઉમેદવાર
- લીંબડી વિધાનસભા બેઠક - 20 ઉમેદવાર
- મોરબી વિધાનસભા બેઠક - 10 ઉમેદવાર
- ધારી વિધાનસભા બેઠક - 5 ઉમેદવાર
- ગઢડા વિધાનસભા બેઠક - 5 ઉમેદવાર
- કરજણ વિધાનસભા બેઠક - 13 ઉમેદવાર
- ડાંગ વિધાનસભા બેઠક - 4 ઉમેદવાર
ઉલ્લેખનીય છે કે, 71 જેટલા ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ તરીકે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે મતદાન સમયે કેટલા અપક્ષ ચૂંટણીમાં હશે તે તો સમય જ બતાવશે..