ગાંધીનગર : વિધાનસભા ગૃહની પ્રથમ બેઠકમાં બજેટની સામાન્ય માંગણીઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કોઈપણ પ્રકારના વિરોધ સાથે ગૃહનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. 25 માર્ચ સુધી વિધાનસભા ગૃહમાં કોઈ પ્રકારનો વિરોધ કે, વોક આઉટના દ્રશ્યો નહીં સર્જાઇ. કારણે કે, 26 માર્ચે ગુજરાતની ખાલી પડેલી 4 બેઠકો પર ચૂંટણી છે. ત્યાં સુધી કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનમાં રહે તેવી શક્યતાઓ છે.
વિધાનસભા ગૃહમાં સરકારના જ ધારાસભ્યો જે રીતે રજૂઆત કરી રહ્યાં હતા અને ભાષણ આપી રહ્યાં હતા તેના પરથી લાગી રહ્યું હતું કે, ગૃહમાં "કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના" જેમાં ફક્ત સત્તા પક્ષના જ સભ્યો વિવિધ માંગણીઓ કરી રહ્યાં હતા. જ્યારે પિયુષ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની ગ્રાન્ટ 2.50 કરોડ કરવાની માગ કરી હતી.