ગુજરાત

gujarat

ETV Bharat / state

Budget Session: 2013માં મંજૂર થયેલી સૌની યોજના આજે પણ અધૂરી, છતાં સરકારે અત્યાર સુધીમાં 16 હજાર કરોડ ખર્ચી નાખ્યા - Congress question on SAUNI Yojana in Gujarat

રાજ્યની મહત્વાકાંક્ષી સૌની યોજના અંગે કૉંગ્રેસે આજે સરકારને વિધાનસભામાં ઘેરી લીધી હતી. કૉંગ્રેસના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2013માં મંજૂર થયેલી સૌની યોજના આજે પણ અધૂરી છે. તેમ છતાં સરકારે અત્યાર સુધીમાં 16 હજાર કરોડ ખર્ચી નાખ્યા છે.

Budget Session: 2013માં મંજૂર થયેલી સૌની યોજના આજે પણ અધૂરી, છતાં સરકારે અત્યાર સુધીમાં 16 હજાર કરોડ ખર્ચી નાખ્યા
Budget Session: 2013માં મંજૂર થયેલી સૌની યોજના આજે પણ અધૂરી, છતાં સરકારે અત્યાર સુધીમાં 16 હજાર કરોડ ખર્ચી નાખ્યા

By

Published : Mar 13, 2023, 7:34 PM IST

હજી પણ 2400 કરોડનો ખર્ચ બાકી

ગાંધીનગરઃગુજરાતના ઘરેઘરે અને દરેક ખેડૂતોને સિંચાઈ માટે પોતાનું પાણી મળી રહે. તે માટે ગુજરાત સરકારે 6 ફેબ્રુઆરી 2013ના રોજ 10,000 કરોડ રૂપિયાના ખર્ચે સૌની યોજનાને મંજૂર કરી હતી. જોકે, તે હજી સુધી પૂર્ણ તો થઈ નથી, પરંતુ 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ સરકારે આની પાછળ 16,148 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. આગામી દિવસોમાં હજી 2,415 કરોડનો ખર્ચ થશે તેવું પણ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં લેખિતમાં જણાવ્યું છે.

આ પણ વાંચોઃવડાપ્રધાનને પર્યાવરણ મિત્રએ કેમ લખ્યો પત્ર, જાણો શું રહ્યું કારણ

શા માટે ખર્ચમાં વધારો થયો?:ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો હતો કે, શા માટે ખર્ચ વધુ થયો છે. તેના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, સૌની યોજનાના પ્રાથમિક વહિવટી મંજૂરી મેળવવા સમયે પાઈપલાઈનની લંબાઈનો પ્રાથમિક સરવે કરવામાં આવ્યો હતો. તેમ જ પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન વિગતવાર સરવે કરતા નકશા અંદાજમાં પાઈપલાઈનની લંબાઈમાં વધારો થયો હતો.

ઈલેક્ટ્રિસિટીનો ખર્ચ ગણતરીમાં ન લીધો હોવાનું સરકારે જણાવ્યુંઃ સરકારે વધુમાં જણાવ્યું હતું કે, GWSSBના SOR 2011-12 મુજબ આયોજન કરવામાં આવ્યું હતું, પણ GWSSB SOR સુધારો થયો. જ્યારે પ્રાથમિક મંજૂરીમાં રાઈટ ઑફ યૂઝના ખર્ચની તથા પીજીવીસીએલ દ્વારા ઇલેક્ટ્રિસિટીના કનેક્શનની લાઇનના ખર્ચે ગણતરીમાં લીધો નહતો. જ્યારે પ્રથમ અને બીજા તબક્કાના કામો માટેની રકમ મુજબ સુધારેલી વહીવટી મંજૂરીની દરખાસ્તમાં ગણતરીમાં લીધેલ છે, જેથી ભાવ વધ્યો હોવાના કારણે પણ ખર્ચમાં વધારો થયો છે.

સૌરાષ્ટ્રના ડેમ ભરવા સરકારે કેવું કામ કર્યું?: અર્જુન મોઢવાડીયાઃકૉંગી નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નર્મદા ડેમ ઉપરથી વધારાનું પાણી વહી ન જાય તે માટે સરકારે ગુજરાતના ડેમો ભરવા ઉત્તર ગુજરાતમાં એક મિલિયન એકર ફિટ સૌરાષ્ટ્રમાં એક મિલિયન એકર ફિટ અને કચ્છ માટે એક મિલિયન એકર ફીટ પાણીનું આયોજન કર્યું હતું. રાજ્ય સરકારે 27 વર્ષમાં આ પાણીનો ઉપયોગ કરવા અને મોડા મોડા આ યોજનાને સૌની યોજના નામ આપી સૌરાષ્ટ્ર માટે સૌની પાઈપલાઈન યોજનાને અમલ કરવા માટે વર્ષ 2013માં 10,000 કરોડ રૂપિયાનો પાઈપલાઈન પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો.

આ પણ વાંચોઃરાજકોટમાં આવતા 'સૌની યોજના'ના પાણીનું બિલ રૂપિયા 80 કરોડ, આજીડેમની માલિકીનો છે વિવાદ

કામમાં ગોબાચારીઃજોકે, આ પાઈપલાઈનના SOR જે હતા. તેની અંદર ગોબાચારી કરીને ભાવવધારો ના થયો હોવા છતાં કોન્ટ્રાક્ટરોને 2,000 કરોડનો ફાયદો કરાવ્યો હતો. આના કારણે આ 10,000 કરોડની યોજના 18563 કરોડ રૂપિયાની અંદાજવાની થઈ ગઈ છે, જે લગભગ બમણી થઈ ગઈ છે. 16,000 કરોડનો ખર્ચ થયા છતાં આજે પણ આ પાઈપ લાઈન મારફત સૌરાષ્ટ્રના જે ડેમો ભરવાના હતા તે ભરી શકાયા નથી.

ABOUT THE AUTHOR

...view details