ગાંધીનગરઃતમામ નાગરિકોને ખાદ્ય ખોરાક બનાવવા માટે સિંગતેલ, કપાસિયા તેલ ખૂબ જ જરૂરી ઘટક છે. જ્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને અન્ય ઝોનમાં તેલના વેપારીઓ તેલનું ઉત્પાદન કરે છે, ગુજરાતમાં ઉત્પાદન થાય છે, પરંતુ ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં ખાદ્ય તેલના ભંડારો અને ગોડાઉનમાં કેટલો જથ્થો કાયદેસર સંગ્રહેલ છે. તે બાબતે એક પણ વખત તપાસ ન કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃGujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી
6,92,225 કિલો ખાદ્ય વસ્તુઓનો સંગ્રહ પકડાયોઃગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા ખાદ્ય અન્નની માહિતી બહાર પાડી હતી, જેમાં અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ તથા છેલ્લા 2 વર્ષમાં 155 વખત દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં ઘઉં, ચોખા, તૂવેર દાળ જેવા ખાદ્ય ચીજવસ્તુનો 6,92,255 કિલો ો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું ગૃહમાં સામે આવ્યું હતું. જ્યારે પકડાયેલા જથ્થોની કિંમતની વાત કરીએ તો, કુલ 190,67,952 કિંમતનો જથ્થો જપ્ત થયો છે.
10 જિલ્લામાં એક પણ દરોડા નહીંઃરાજ્ય સરકારના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા કરાયેલા દરોડામાં ગુજરાતના 9 જિલ્લાઓ એવા છે કે, જેમાં વિભાગ દ્વારા એક પણ વખત દરોડા પાડવામાં આવ્યા નથી. આમાં મહીસાગર, પંચમહાલ, મોરબી, નર્મદા, પોરબંદર, ડાંગ, દાહોદ અને આણંદનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં સરકારના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા એક પણ વખત દરોડા પાડવામાં ન આવ્યા હોવાની વિગતો વિધાનસભા ગૃહમાં સામે આવી છે.
વિધાનસભામાં સામે આવી માહિતી એક પણ જિલ્લામાં તેલની રેડ નહીંઃકૉંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં ખાદ્યતેલના ગેરકાયદેસર સંગ્રહમાં સરકારે કેવા પગલાં લીધા છે. ત્યારે વિધાનસભાની ગૃહમાં એવી પણ વિગતો સામે આવી હતી કે, વિભાગ દ્વારા એક પણ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં દરોડા પાડવામાં આવ્યા નથી. ત્યારે કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ખાદ્યતેલોના ભાવો રેકોર્ડ બ્રેક સુધી પહોંચ્યા છે. છતાં પણ 2 વર્ષમાં તેલ મિલરો અને તેલિયા રાજાઓનો ભંડાર અને ગોડાઉનમાં કેટલો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરેલો છે. તે ચેક કરવાની તસદી નાગરિક પૂરવઠા વિભાગનું વહીવટી તંત્ર લેતું નથી અને તેલિયા રાજાઓ તેમનો ભાવ ઓછો હોય ત્યારે સંગ્રહ કરી ભાવો ઊંચકાય ત્યારે બજારમાં વેચતા હોય છે છતાં તંત્ર નિંદ્રાદિન હોવાનો આક્ષેપ કૉંગ્રેસે કર્યો હતો.
SIT મારફતે થશે તપાસઃરાજ્યકક્ષાના અન્ન નાગરિક પૂરવઠાના પ્રધાન બચુ ખાબડે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં વિભાગના ગોડાઉન અથવા સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઘટનાઓના મૂળ સુધી પહોંચી આરોપીને કડક સજા કરાવા માટે રાજ્યકક્ષાની SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) બનાવી છે. આ ટીમમાં અધ્યક્ષ સહિત 6 સભ્યોનો રાખવામાં આવ્યા છે. ગૃહવિભાગને સાથે રાખવામાં આવશે.
આ પણ વાંચોઃBudget Session 2023 : અંબાજી પ્રસાદ મુદ્દે ગૃહમાં ધમાલ મચાવતાં કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ, ગૃહમાં લવાયેલા પ્રસાદની તપાસના આદેશ
અન્ન નાગરિક પૂરવઠા કચેરીમાં ઓછો સ્ટાફઃકૉંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ અને નાગરિક પૂરવઠા વિભાગની કચેરીમાં આઉટસોર્સથી ભરતીનો પ્રશ્ન કર્યો હતો, જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, સરકારે વર્ષ 2021માં 606 અને વર્ષ 2022માં 602 કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી કરી છે. જ્યારે અને નિગમમાં મંજૂર થયેલા 1,431ના મહેકમ સામે વર્ષ 2020માં ફક્ત 503 તેમ જ વર્ષ 2022માં ફક્ત 459નું જ માનવબળ (વર્ગ 4 સિવાય)ના કાર્યરત્ હોવાથી વિવિધ કામગીરીને પહોંચી વળવા સામે હયાત માનવ બળ ખૂબ જ ઓછું હોવાનું પણ સરકારે જાહેર કર્યું છે. આમ, કુલ 66 ટકા જગ્યા અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં ખાલી હોવાનું સામે આવ્યું છે.