ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly : પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા, છતાં 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન

ગુજરાતમાં સરકારે પ્રવાસીઓની સંખ્યા વધારવા કરોડો રૂપિયા ખર્ચ્યા છે. તેમ છતાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ મહેમાન બન્યા છે. આ માહિતી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસે કરેલા પ્રશ્નોના જવાબમાં સામે આવી હતી.

Budget Session: પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા, છતાં 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન
Budget Session: પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા, છતાં 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન

By

Published : Mar 14, 2023, 7:37 PM IST

Updated : Mar 14, 2023, 8:09 PM IST

કૉંગ્રેસનો સવાલ

ગાંધીનગરઃગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર થીમ અને લોકેશનના આધારે અનેક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં વિદેશી પ્રવાસોની સંખ્યામાં વધારો થાય તેને ધ્યાનમાં રાખીને પણ રાજ્ય સરકારનું પ્રવાસન વિભાગ આ તમામ મહોત્સવનું આયોજન કરે છે, પરંતુ 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિએ સરકારે કરોડો રૂપિયા મહોત્સવ પાછળ ખર્ચ્યા છે. છતાં પણ ગુજરાતમાં આ 2 વર્ષ દરમિયાન ફક્ત 465 જેટલા જ વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં મુલાકાતે આવ્યા છે.

આ પણ વાંચોઃBudget Session: કૉંગ્રેસે ગૃહમાં ડ્રગ્સનો પ્રશ્ન ઉઠાવતા અધ્યક્ષે પણ આપ્યો સાથ, હવે ગૃહમાં પોલીસની કામગીરીનું વીડિયો પ્રઝેન્ટેશન થશે

કયા મહોત્સવનું આયોજનઃકૉંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ પ્રવાસન વિભાગ મહોત્સવના આયોજન બાબતનો પ્રશ્ન કર્યો હતો, તેમણે 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં પ્રવાસન વિભાગ દ્વારા કયા કયા મહોત્સવમાં આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ મહોત્સવ, રણોત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ, રંગ છે મેઘાણી, ગાંધી જયંતી મહોત્સવ, ધોળાવીરા ઉત્સવ, આઝાદી કા અમૃત મહોત્સવ, શિવ વંદના, તરણેતરનો મેળો, માધવપુરનો મેળો, રાષ્ટ્રીય મેન્ગો ફેસ્ટિવલ, અસ્મિતાનો ઉત્સવ, ઋષિ શિવ વંદના-વડનગર, દશેરા મહોત્સવ અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જગ્યા ઉપર કરવામાં આવ્યું હતું.

સરકારે ઉત્સવો પાછળ વર્ષ 2021-22માં કરેલા ખર્ચા

સરકારે આટલો ખર્ચ કર્યો

આ પણ વાંચોઃBudget Session: નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં પણ અદાણીને અપાતું હોવાનો મેવાણીએ કર્યો આક્ષેપ

સરકારે કરોડો રૂપિયા જાહેરાતમાં ખર્ચ કર્યોઃપ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં ટીવી અખબાર માં 81.72 લાખ રૂપિયા હોટલમાં 20 લાખથી વધુ વાહનનો પાછળ અને ડેકોરેશનમાં 5602.98 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વિદેશી પ્રવાસીઓ ફક્ત વર્ષ 2021 માં 76 અને વર્ષ 2022 માં 389 વિદેશી પ્રવાસીઓ આવ્યા છે.

Last Updated : Mar 14, 2023, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details