ગાંધીનગર : રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભા ગૃહમાં 24 ફેબ્રુઆરી 2023ના રોજ સરકારનું 3,01,022.61 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જ્યારે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ગૃહ વિભાગ દ્વારા 25 જિલ્લા, અદાણી પોર્ટ અને ગુજરાતના દરિયાઈ વિસ્તાર મળીને કુલ 4269.89 કરોડનું ડ્રગ્સ, દારૂ, ચરસ, હેરોઈન ઝડપ્યું હોવાની વિગતો ગૃહમાં સામે આવી છે.
અદાણી પોર્ટ પર 75 કિલો ડ્રગ્સ ઝડપાયું :ગુજરાત વિધાનસભામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અદાણી પોર્ટ પર કેટલી કિંમતનો અને કયા પ્રકારનો જથ્થો પકડવામાં આવ્યો છે. તેવો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કચ્છના અદાણી પોર્ટ પરથી હેરોઇન ડ્રગ્સનો 75 કિલો જથ્થો ગૃહ વિભાગ દ્વારા ઝાપડવામાં આવ્યો છે. જેની કુલ કિંમત 375,50,00,000 કરોડ થાય છે, જ્યારે 2 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે પકડાયેલા જથ્થો હજુ સુધી નાશ કરવામાં આવ્યો ન હોવાનું સરકારે જાહેર કર્યું છે.
દરિયાઈ સીમામાંથી 184 કિલો ડ્રગ્સ જપ્ત :ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારો ગેટવે ઓફ ડ્રગ્સબન્યો છે, ત્યારે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન છેલ્લા કેટલાય દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. જે આ અંતર્ગત માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન કર્યો હતો કે, ભારતીય જળ સીમામાંથી કેટલો ડ્રગ્સનો જથ્થો ચડાવવામાં આવ્યો છે. તેમાં રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિએ કુલ 924,97,00,000 કરોડની કિંમતનો 184.994 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, આ સમગ્ર ઘટનામાં 7 ભારતીય, 32 પાકિસ્તાની અને 1 અફઘાનિસ્તાનના આરોપીની ધરપકડ કરી હોવાની ગૃહની પ્રશ્નોત્તરીમાં સરકારે જણાવ્યું છે.
25 જિલ્લામાં દારૂ, ડ્રગ્સની રેલમછેલ :ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના અલગ અલગ ધારાસભ્યો દ્વારા દારૂ, બિયર, બોક્સ, ચરસ, ગાંજા જેવા માદક પદાર્થોના બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યના 25 જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં કુલ 1,66,03,737 વિદેશી દારૂની બોટલ જેની કિંમત 197,45,21,059 કરોડ થાય છે. જ્યારે 23,11,353 લીટર દેશી દારૂ જે 3,94,37,903 કરોડ, 10,47,99,853 કરોડની બિયરના ટીન અને બોટલ ગૃહ વિભાગ દ્વારા પકડવામાં આવી છે. જ્યારે 4058,01,71,046 રૂપિયાની કિંમતનું અફીણ ચરસ ગાંજો હિરોઈન પાવડર અને અન્ય પ્રકારના બોક્સ પણ પકડવામાં આવ્યા છે.
ગેરકાયદેસરનો જથ્થો : આમ છેલ્લા બે વર્ષમાં 25 જિલ્લાઓમાંથી કુલ 4269,89,29,861 કરોડની કિંમત વિદેશી દારૂ દેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થ પકડવામાં આવ્યા છે. જ્યારે આ ગુનાઓમાં આવેલા 200987 આરોપીઓની ધરપકડ પણ હજુ થઈ નથી, ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ રાજ્યની સરહદોથી દારૂનો ગેરકાયદેસરનો જથ્થો રાજ્યમાં ઠાલવવામાં આવે છે. રાજ્યના યુવા તમને નશામાં રાખીને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર અને રાજ્ય સરકાર ચલાવી રહી છે.