ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્તાના છેલ્લા અને અંતિમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણ બાબતે પ્રશ્નોત્તરીમાં અનેક પ્રશ્નો કર્યા હતા. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ છે, ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ નથી. જ્યારે અને એક સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની ઘટ પણ હજારોની સંખ્યામાં બહાર આવી છે.
906 શાળામાં ફક્ત એક જ શિક્ષક: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાનખેડા વાલા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક હોય તેવી કેટલી શાળાઓ છે. તેઓ પ્રશ્ન કર્યો હતો જેમાં 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ રાજ્યમાં કુલ ૯૦૬ પ્રાથમિક શાળાઓ એવી છે કે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. આ ઉપરાંત એક જ શિક્ષક ફરજ શા માટે બજાવે છે, તેના પ્રતિ ઉત્તરમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, વયની વૃદ્ધિના કારણે અથવા તો બદલી થવાના કારણે અવસાન થવાના કારણે અને સી.આર.સી.કો.ઓ. તથા બી.આર.સી.કો.ઓ.ની પ્રતિદિયુક્તિના કારણો સરકારે દર્શાવ્યા છે.
રાજ્યમાં સરકારી શાળામાં આચાર્ય અને શિક્ષકોની જગ્યાઓ ખાલી: ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો, જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલી છે. જ્યારે સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 જગ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં 11,996 જગ્યાઓ ખાલી સામે આવી છે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષક અને આચાર્યની 32,213 જગ્યાઓ તથા અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કુલ 461 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.