ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly : 116 નોટિસ પર કિરણ પટેલની ચર્ચા કરવી નથી એટલે સસ્પેન્ડ કર્યા, અમિત ચાવડાનો આક્ષેપ - કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ખોટી ઓળખ આપનાર મહાઠગ કિરણ પટેલને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો છે. ત્યારે બજેટ સત્રના બાકીના બે દિવસ જ બાકી છે. તેમાં વિધાનસભા ગૃહમાં આ મુદ્દે ચર્ચા ન કરવા ઇચ્છતાં કોંગ્રેસ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યાં હોવાનો આક્ષેપ થયો છે.

Gujarat Assembly : 116 નોટિસ પર કિરણ પટેલની ચર્ચા કરવી નથી એટલે સસ્પેન્ડ કર્યા, અમિત ચાવડાનો આક્ષેપ
Gujarat Assembly : 116 નોટિસ પર કિરણ પટેલની ચર્ચા કરવી નથી એટલે સસ્પેન્ડ કર્યા, અમિત ચાવડાનો આક્ષેપ

By

Published : Mar 28, 2023, 2:54 PM IST

સસ્પેન્ડ કરાતાં વિરોધ

ગાંધીનગર : ગુજરાત અને દેશનો સૌથી મોટો મહાઠગ કિરણ પટેલ કે જે કાશ્મીરમાં વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સુરક્ષા મેળવી હતી અને સંવેદનશીલ વિસ્તારમાં ફર્યા હતાં. ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવી છે ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભામાં 116ની નોટિસ મુજબ ચર્ચા કરવા બાબતની નોટિસ આપી હતી. પરંતુ ગઈકાલે જ કોંગ્રેસના ધારાસભ્ય સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.બજેસ સત્ર 2023ના બે દિવસ બાકી છે ત્યારે આજે કોંગ્રેસ જવાબ ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયે બેસીને વિરોધ કર્યો હતો.

ગૃહમાં ચર્ચવું નથીએટલે સસ્પેન્ડ કર્યા :કોંગ્રેસ નેતા અમિત ચાવડા મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાહુલ ગાંધીના સાંસદ પદ રદ બાબતે વિરોધ કર્યો હતો. જેને લઇને વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફક્ત એક દિવસ માટે જ સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે અગાઉ કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં કિરણ પટેલ બાબતે ચર્ચા કરવા માટેની 116 ની નોટિસ પાઠવી હતી અને આ 116 ની નોટિસ વિધાનસભા ગૃહમાં આવે નહીં એટલે જ સરકારના પ્રધાનો એ તમામ સભ્યોને બજેટ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો.

આ પણ વાંચો arrested Kiran Patel wife Malini Patel : ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની કરી ધરપકડ

કિરણ પટેલની સીએમઓ પીએમઓ સુધી પહોંચ : કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કિરણ પટેલ મામલે વધુમાં આક્ષેપ કર્યા હતા કે સીએમઓ અને પીએમઓના ક્યાંક ને ક્યાંક છુપા આશીર્વાદથી જ મહાઠગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર સુધી પહોંચ્યો છે. કાશ્મીર સુધીમાં અનેક લોકોને ઠગ્યા છે અને પોતે વડાપ્રધાન કાર્યાલયના કર્મચારી હોવાના પણ ખોટા કાર્ડ બનાવ્યા હતા. જ્યારે કાશ્મીર એ દેશનો સૌથી સુરક્ષિત અને સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાં પણ તેઓએ સંવેદનશીલ વિસ્તારમાં વિઝીટ કરી છે. જ્યારે ગુજરાતમાં જી-20 ના નામે અધિકારીઓની મીટીંગ બોલાવીને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપર આદેશો પર આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આમ ડબલ એન્જિનની સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહીવટદાર હોય એવું આખી દુનિયાએ જોયું છે અને એના લીધે જ ગુજરાતની છબી ખરડાઈ હોવાનો તથા ગુજરાત સરકારની છબી ખવડાઈ હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો.

આ પણ વાંચો Fake PMO Officer : મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં મોજ માણનાર બે ગુજરાતી ઝડપાયા

સીએમઓ પીઆરઓ રાજીનામું :પીએમ મોદીનું નામ ખરાબ ન થાય તે માટે સીએમઓ હિતેશ પડંયાએ રાજીનામું આપ્યું હોવાનું પણ કહ્યું હતું. 24 માર્ચના રોજ રાજ્યના અધિક જનસંપર્ક અધિકારી તરીકે હિતેશ પંડ્યાએ રાજીનામું આપ્યું છે ત્યારે 25 માર્ચના રોજ etv ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મને અહીંયા સુધી નરેન્દ્ર મોદી લાવ્યાં છે. છેલ્લા કેટલાય દિવસથી કિરણ પટેલના કેસમાં સીએમઓના પીઆરઓ તરીકે મારું નામ પૂછ્યું હતું જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની છબી ન ખરડાય તેમનું નામ બદનામ ન થાય તેને ધ્યાનમાં લઈને જ મેં સ્વૈચ્છિકપણે રાજીનામું આપ્યું છે. જ્યારે પહેલા પણ મેં મુખ્યપ્રધાનનું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ મેં તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દીધું છે.

ABOUT THE AUTHOR

...view details