ગાંધીનગરઃવિધાનસભામાં(Gujarat Assembly 2022)કોંગ્રેસના ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ(MLA Lalit Vasoya) પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ગયા વર્ષે રાજકોટમાં અતિવૃષ્ટિને કારણે તેમના મત વિસ્તાર ઉપલેટામાં 50 જેટલા ગામો પ્રભાવિત થયા હતા. જેમાંથી 32 ગામમાં (Extreme rainfall assistance scheme )સર્વે કરવામાં આવ્યો હતો. અમે આ ગામોને સહાય કરવાસરકારને રજુઆત કરી હતી.
અતિવૃષ્ટિથી પીડિત ઉપલેટાના ગામો આ પણ વાંચોઃPM Modi Gujarat Visit : વડાપ્રધાનના આગમનને લઈને વિધાનસભાનું કામકાજ એક દિવસ બંધ રહેશે
સરકારે રી-સર્વે કરાયો -લલિત વસોયાએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆત બાદ મુખ્યપ્રધાને ફરીથી 18 ગામનો સર્વે કરાવ્યો અને સરકારી અધિકારીઓના રિપોર્ટ પ્રમાણે 10 ગામો પ્રભાવિત હતા. પરંતુ હજી સુધી તેમને સહાય ચૂકવવામાં આવી નથી. તેમના વિધાનસભા મતવિસ્તારમાં ભાદર, વેણુ, માજ જેવી નદીઓ પસાર થાય છે અને વધુ વરસાદથી તેમના વિસ્તારને વધુ અસર થાય છે.
આ પણ વાંચોઃGujarat Assembly 2022: વીરજી ઠુમ્મરનો આક્ષેપ - ખેડૂતો માટેની યોજના ફક્ત કાગળ પર, મોદી સરકાર ગુજરાતને થપ્પડ મારે છે