ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly 2022: વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમારનો કટાક્ષ, 2022માં નો રિપીટ થિયરી ના આવે બાકી આમાંથી અનેક સભ્યો નહિ હોય

વિધાનસભાની બીજી બેઠકમાં ચાર રાજ્યોમાં ભાજપ પક્ષની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્નો ઊભા થયેલા વિધાનસભા (Gujarat Assembly 2022)ગૃહના ઉપનેતા શૈલેષ પરમારે કટાક્ષ કર્યો હતો. વર્ષ 2022ની ચૂંટણીમાં જો નો રિપીટ થિયરી આવશે તો આમાંથી અનેક સભ્યો જોવા નહીં મળે.

Gujarat Assembly 2022: વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમારનો કટાક્ષ, 2022માં નો રિપીટ થિયરી ના આવે બાકી આમાંથી અનેક સભ્યો નહિ હોય
Gujarat Assembly 2022: વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમારનો કટાક્ષ, 2022માં નો રિપીટ થિયરી ના આવે બાકી આમાંથી અનેક સભ્યો નહિ હોય

By

Published : Mar 10, 2022, 10:33 PM IST

ગાંધીનગર: પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીનાપરિણામઆવી ગયા છે અને ચાર રાજ્યોમાં ભાજપની બહુમતીથી સરકાર બની છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Chief Minister Bhupendra Patel) વિધાનસભાની બીજી બેઠક દરમિયાન પ્રશ્નોત્તરી પહેલા જીતનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચાર રાજ્યોમાં ભાજપ પક્ષની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્નો ઊભા થયેલા વિધાનસભા ગૃહના ઉપનેતા શૈલેષ પરમારે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2022ની ચૂંટણીમાં જો નો રિપીટ થિયરી આવશે તો આમાંથી અનેક સભ્યો જોવા નહીં મળે.

નો રિપીટ થિયરી પર ટિપ્પણી

ભાજપના 4 રાજ્યમાં વિજય થવા બદલ વિધાનસભાગૃહમાં વિજય પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ભાજપને ચાર રાજ્યમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)બાબતે ટિપ્પણી કરી હતી કે જો કે વિધાનસભાની ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી આવશે તો વિધાનસભાગૃહમાં અહીં બેઠેલા અનેક સભ્યો જોવા નહીં મળે, મને કેટલાક સભ્યોની ચિંતા છે ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે તમે ચિંતા ના કરો અમે જીતીશું ત્યારે બળદેવ ઠાકોર એ ટિપ્પણી કરી હતી કે અમે તમને અહીંયા વિધાનસભાગૃહમાં જોવા માગીએ છીએ ઘરે નહીં.

આ પણ વાંચોઃRoad building department: તળાજામાં બ્રિજ તૂટતા 35 ગામ સંપર્ક વિહોણા: કનુ બારૈયા

પ્રશ્નોત્તરીમાં ફક્ત 3 પ્રશ્નોની ચર્ચા

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આજે ફક્ત ત્રણ પ્રશ્નોત્તરીની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય(Nimabahen Acharya)તમામ પ્રધાનો અને સભ્યોને સુચના આપી હતી કે વિધાનસભાની પ્રશ્નોત્તરી ટૂંકા સવાલ અને ટૂંકા પરંતુ પૂરતા જવાબ આપવા ન જોઈએ. આમ વિધાનસભાની પ્રશ્નોત્તરી એ ખૂબ જ મહત્વ અને સમય હોય છે ત્યારે આમાં વધુ લાંબા પ્રમાણમાં જવાબ આપવા ના જોઈએ.

ગૃહ 1.45 કલાક પહેલાં પૂર્ણ કરવામાં આવ્યું

વિધાનસભા ગૃહ આજે 08:00 પૂર્ણ થતું હતું પરંતુ વિધાનસભાને પ્રશ્નોત્તરી કાર્ડ બાદ બિન સરકારી વિધેયક રજૂ કરનારા ત્રણ ધારાસભ્યો વિધાનસભાગૃહમાં ગેરહાજર હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ભાજપના ધારાસભ્યો મહેશ રાવલ અને બી ડી ઝાલાવાડીયા ગેરહાજર રહ્યા હતા. આમ ધારાસભ્ય ગેરહાજર રહેવાના કારણે બિન સરકારી વિધેયક રજૂ થઈ શક્યા નહોતા અને વધુ બુક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ હવે વિધાનસભા 14 માર્ચના રોજ સોમવારે બપોરે 12:00 મળશે.

આ પણ વાંચોઃGujarat Assembly 2022: 'આવો નીતિન કાકા આવો ગુજરાતના ભાવિ મુખ્યપ્રધાન તમે છો' પ્રતાપ દૂધાત ઉવાચ્

ABOUT THE AUTHOR

...view details