ગાંધીનગરઃ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ દ્વારા કોઈ રાજ્યની વિધાનસભામાં સંબોધન કરવામાં આવ્યું છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) ગુજરાત વિધાનસભા ગૃહનેસંબોધન કર્યું હતું. સંબોધન પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીતથી તેમની વિદાય આપવામાં આવી હતી. જ્યારે રાષ્ટ્રપતિએ વિધાનસભાગૃહ ( Gujarat Assembly 2022)છોડ્યું તેની ગણતરીની સેકન્ડોમાં જ વિરોધ પક્ષના પૂર્વ નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીએ (MLA Paresh Dhanani)ભારત માતાકી જયના નારા બોલાવ્યા હતા.
સભ્યોએ બેન્ચ ખખડાવીને અભિવાદન કર્યું -બંને પક્ષોએ ભેગા મળીને ભારત માતાકી જયના નારા કર્યા હતા. રાષ્ટ્રપતિને સંબોધન દરમિયાન ભાજપ પક્ષના ધારાસભ્યો અને પ્રધાનો બેન્ચ ખાખડાવીને સામે અભિવાદન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ફક્ત ગુજરાત વિધાનસભામાં હાજરી પુરાવી હતી પરંતુ બેન્ચ ખખડાવીને અભિવાદન થી દુર રહ્યા હતા. જ્યારે રાષ્ટ્રપતિએ અભિવાદન માટે એક વખત કહેતા તમામ સભ્યોએ બેન્ચ ખખડાવીને અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહમાં આવતાની સાથે જ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને સીધા મળ્યા હતા.
રાષ્ટ્રપતિ આવે તે પહેલાં સભ્યોએ ફોટોગ્રાફી કરી -વિધાનસભા ગૃહમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધન કરે અને ગૃહમાં આવ્યા તેના પંદરથી વીસ મિનિટ સુધી ભાજપના ધારાસભ્ય તથા પ્રધાનોએ ફોટોગ્રાફી કરી હતી. જ્યારે અનેક ધારાસભ્યો મોબાઈલથી ફોટા પાડતા જોવા મળ્યા હતા આમ વિધાનસભાગૃહમાં 30 મિનિટ જેટલું ફોટોસેશન ચાલ્યું હતું જ્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ(Education Minister Jitu Waghan) ભાજપની મહિલા ધારાસભ્યો સાથે પણ અનેક ફોટા પડાવ્યા હતા.
મોહન રાઠવાની ઘોડી બહાર મુકાઈ -કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવા અને પગની તકલીફ છે જેથી તેઓ વિધાનસભાગૃહમાં ઘોડી લઈને આવે છે અને તેમની બેઠક વ્યવસ્થા પણ પ્રથમ હરોળમાં રાખવામાં આવી છે. પરંતુ આજે રાષ્ટ્રપતિ આવવાના કારણે તેઓ જ્યારે પોતાના સ્થાન ઉપર બેઠા ત્યારે તાત્કાલિક ધોરણે તેમને ગોળી વિધાનસભાની ગૃહની બહાર મુકવામાં આવી હતી. જ્યારે રાષ્ટ્રપતિ વિદાય લઈ રહ્યા હતા ત્યારે વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્યએ રાઠવા સાથે રાષ્ટ્રપતિની ખાસ મુલાકાત કરાવી હતી અને તેમણે કઈ રીતની તકલીફ છે તે બાબતની પણ જાણકારી રાષ્ટ્રપતિના આપી હતી.