ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલ, કૃષિ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો, કાયદો, આપત્તિ વ્યવસ્થાપન, ગૌસંવર્ધન, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગમાં વર્ષ 2019-20 અને 2020-21ના બજેટમાં(Gujarat Budget 2021) કરવામાં આવેલી જોગવાઇઓની સામે રૂપિયા 5,422 કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી કરવામાં આવેલ રકમ પૈકી 1,602 કરોડની રકમ વણવપરાઈ રહી છે. આમ રાજ્ય સરકાર બજેટમાં(Gujarat Assembly 2022) મોટી જાહેરાતો કરે છે, તો રકમ ફાળવતી નથી અને ફાળવાયેલ રકમ વાપરતી નથી.
આઉટસોર્સિંગથી નોકરીનું ચલણ વધ્યું -રાજ્યમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ(Gaucher Development Board), કૃષિ વિભાગ અને પશુપાલન પ્રભાગના તાબા હેઠળના બોર્ડ અને કોર્પોરેશનમાં 429 જગ્યાઓ પર કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃGujarat Assembly 2022 : વિધાનસભા બહાર ભાજપ સરકારનું પૂતળું બાળ્યું, કોંગ્રેસ આકરા પાણીએ