ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly 2022) પ્રશ્નોત્તરીમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં દીપડા દ્વારા માનવ હુમલાના બનાવો અંગેનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડએ આ બાબતે પ્રશ્ન(Attacks on pangolin people in the state) કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં કુલ 85 જેટલા દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યાની ઘટના નોંધાઈ છે.
85 હુમલાની ઘટના, 79 લોકો ઘાયલ -ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલ (Deepada attacks )લેખિત જવાબમાં રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં માર્ચ 2020 અને2021માં કુલ 85 જેટલા હુમલાની ઘટના સામે આવી છે. જેમાં નવ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 79 લોકો ઘાયલ થયા છે. આ બાબતે ઘાયલ થયેલા વ્યક્તિઓને 3,41,000 રકમ ચૂકવવામાં આવી છે અને મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
આ પણ વાંચોઃખેડૂતો માટે વગર પૈસાનો ચોકીદાર એટલે દીપડો, જુઓ વિશેષ અહેવાલ
રેડીયો કોલર છતાં સિંહોના મોત -કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા રેડિયો કોલર બાબતે રાજ્ય સરકારે લેખિતમાં 31 ડિસેમ્બર 2021 ની પરિસ્થિતિ એ રાજ્યમાં 112 જેટલા સિંહ અને રેડિયો કોલર કરવામાં આવ્યા હતા જે પરિસ્થિતિ છેલ્લા બે વર્ષમાં 7 સિંહ કે જેઓ રેડિયો કોલર હતા તેઓ પણ મૃત્યુ પામ્યા છે. જ્યારે મૃત્યુના કારણ માં બીમારી આંતરિક ઝઘડાઓ થતા અકસ્માતે કુવામાં પડી જવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારે વન વિભાગ માટે એક પણ રૂપિયાની ફાળવણી ન કરી -વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જમીન વિસ્તાર માટે ફંડની રકમના પ્રશ્ન કર્યો હતો જેમાં 31 ડિસેમ્બર 2014ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગીર વિસ્તાર માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે જેમાં રાજ્ય સરકારને લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારે 744.48 લાખ અને રાજ્ય સરકારે 4353.36 લાખ રૂપિયા રકમ ફાળવી હતી જ્યારે વર્ષ ૨૦૨૧ બાવીસમાં કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની રકમ ફાળવી ન હોવાનું રાજ્ય સરકારે જવાબ આપ્યો છે આમ ફાળવવામાં આવેલ રકમ પૈકી કુલ 7982.50 લાખ રકમ વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધનના કામો માટે વાપરવામાં આવી છે જ્યારે હજુ પણ 31 ડિસેમ્બર 2021 ની સ્થિતિએ કોઈ 365.45 લાખ રકમ વણવપરાયેલ હતી જે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં વાપરવાનું આયોજન કર્યું છે.
આ પણ વાંચોઃEvents of 2021: વાંચો એમપીની મર્દાની કહાણીઓ, જેઓએ જીવ બચાવવા માટે મોત સામે બાથ ભીડી