ગાંધીનગરઃવિધાનસભામાં કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુ(Death of lion in Gujarat) અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ સરકારે રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહ પ્રજાતિના (Gujarat Assembly 2022) મૃત્યુ થયા છે. જેમાંથી 254 સિંહોના કુદરતી મૃત્યુ થયા છે. જ્યારે સિંહપ્રજાતિના 29 અકુદરતી મૃત્યુ થયા છે. જ્યારે દીપડા સાથે કુલ 616 બિલાડી કુળના વન્યજીવના મૃત્યુ થયા છે.
સરકાર સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા પગલાં લે : પૂંજા વંશ -પૂંજા વંશે સિંહોના મૃત્યુ પર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર સિંહોના સંવર્ધન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જે બિનઅસરકારક સાબિત થઈ રહ્યા છે. સિંહ ખેડૂતોના ખુલ્લા કૂવામાં પડીને મૃત્યુ પામે છે. ગીર બોર્ડરમાં આવા 4.5 હજાર જેટલા ખુલ્લા કૂવા છે.સિંહોના વાસવાટના વિસ્તારમાંથી રેલવે પસાર (number of lions in Gir)થતી હોવાને કારણે પણ સિંહોના મૃત્યુ થાય છે. રોગોથી પણ સિંહોના મૃત્યુ થઈ ગયા છે. સરકાર સિંહોના મૃત્યુ અટકાવવા પગલાં લે.