ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે, પુરાવા હોય તો લાવો સરકાર કાર્યવાહી કરશે - Gujarat Assembly 2022

વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસે વિધાનસભાગૃહમાં(Gujarat Assembly 2022) રજૂઆત કરી હતી. પરંતુ ચર્ચા ન થતા કોંગ્રેસે વોક આઉટ કરી ગંભીર આક્ષેપ કર્યા હતાં. જીતુ વાઘાણીએ આ બાબતે જણાવ્યું કે પેપર ફૂટ્યું હોય તો કોંગ્રેસ નક્કર પુરાવા આપે, અમે 100 ટકા આ બાબતે પગલાં લઈશું.

Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે પુરાવા હોય તો લાવે સરકાર કાર્યવાહી કરશે
Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે પુરાવા હોય તો લાવે સરકાર કાર્યવાહી કરશે

By

Published : Mar 28, 2022, 6:57 PM IST

ગાંધીનગર: 27 માર્ચ રોજ ચાર વર્ષ બાદ વનરક્ષકની પરીક્ષાનું (Gujarat Assembly 2022) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાના ઉનાવા ગામેથી એક પરીક્ષા ઉમેદવાર ચોરી કરતા પકડાયો હતો અને પેપર સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર મૂકયું હતું. આ બાબતે કોંગ્રેસ દ્વારા વિધાનસભાગૃહમાં પણ રજૂઆત કરવામાં આવી હતી અને 114 ની નોટિસ પર ચર્ચા કરવાની પણ વાત કરવામાં આવી હતી. પરંતુ ચર્ચા ન થતા કોંગ્રેસે વોક આઉટ કર્યું હતું અને સરકાર પર અનેક ગંભીર આક્ષેપ કર્યા હતાં. ત્યારે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી કહ્યું હતું કે કોંગ્રેસ આ બાબતે પુરાવા લાવે તો સરકાર જરુર કાર્યવાહી કરશે.

ગુજરાત વિધાનસભા

કોંગ્રેસ પેપર ફૂટ્યા હોવાના પુરાવા લાવે -રાજ્યના પ્રધાન જીતુ વાઘાણી (Jitu Waghani)કોંગ્રેસે કરેલા પેપર ફૂંટવા બાબતે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો વનવિભાગનું પેપર ખરેખર ફૂટ્યું હોય તો કોંગ્રેસ આ બાબતે નક્કર પુરાવા લાવે અને જો કોંગ્રેસ નક્કર પુરાવા આપશે તો અમે 100 ટકા આ બાબતે પગલાં લઈશું. જ્યારે જે રીતે ગઈકાલે પેપર સોશિયલ મીડિયામાં એક ઉમેદવારે વાયરલ કર્યું હતું તે બાબતે ઉમેદવાર નિરીક્ષક ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. બિન જામીનલાયક ગુનો નોંધવામાં આવ્યો છે અને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં આ બાબતે પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.

આ પણ વાંચોઃમહેસાણામાં વન સંરક્ષણની પરીક્ષાનું પેપર ફૂટવાને લઈને જીતુ વાઘાણીનું નિવેદન

કોંગ્રેસ ફુટેલી છે એટલે જ ફૂટ્યું ફૂટ્યું કરે છે - રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી વધુમાં નિવેદન આપ્યું હતું કે જે તે સમયે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિક્ષકોની ભરતી પૈસા લઈને કરવામાં આવતી હતી. આ ઉપરાંત તમામ સરકારી વિભાગોમાં કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો દ્વારા પોતાના માસી, કાકી અને સગા-સંબંધીઓને નોકરી ઉપર રાખવામાં આવતા હતાં. જ્યારે છેલ્લા 27 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર સત્તામાં નથી ત્યારે જે રીતે પાણી વગર માછલી તરફડી રહી છે તેવી જ રીતે કોંગ્રેસ પક્ષ પણ સત્તા વગર તરફ વળી ગયો હોવાના નિવેદન પણ જીતુ વાઘાણીએ કર્યા હતાં.

ગૃહમાં કોંગેસે ખોટો વિરોધ કર્યો -પેપર ફૂટવા બાબતે કોંગ્રેસ વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું ત્યારે આ બાબતે રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે પેપર ફોડવા બાબતે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવા માટેની માંગ કરી હતી. પરંતુ આજની કાર્યવાહીમાં આ બાબતે કોઈપણ વસ્તુ હતી જ નહીં. જ્યારે 114 ની નોટિસ પણ આપી ન હતી. ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ જે વિરોધ કર્યો તે સંપૂર્ણ રીતે ખોટો હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં લોકોના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ કોંગ્રેસ પક્ષે પોતાના જ એજન્ડાઓ સક્રિય કરવા માટે કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃCongress No Entry in Assembly: વિધાનસભામાં કોંગ્રેસના ટેકેદારોને 'નો એન્ટ્રી', પેપર લીક બાબતે કરાયો વિરોધ

ABOUT THE AUTHOR

...view details