ગાંધીનગર:ગુજરાત વિધાનસભામાં બજેટ પરની વિશેષ માગણી દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતાં. કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022)જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અત્યારે વર્તમાન સમયમાં જે આરોગ્યની પરિસ્થિતિ છે. તેમાં ખૂબ જ મોટો સુધારો કરાશે. રાજ્યમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે.
ગિફ્ટ સિટીમાં 10 વર્ષ સુધી ટેક્સ ફ્રી
અમદાવાદ મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલે ખાસ જણાવ્યું હતું કે ગાંધીનગર ગિફ્ટ સિટી અત્યારે સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ મોખરે થયું છે. વર્ષ 2007માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi)ગિફ્ટ સિટી સ્થાપવાની નેમ લીધી હતી. તે સમયે કેન્દ્રની કોંગ્રેસ સરકારે કોઈપણ પ્રકારની મદદ કરી ન હતી. ત્યારે હવે આજે ગિફ્ટ સિટી(Gandhinagar Gift City) તૈયાર છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ હબ બન્યું છે, અત્યારે 12,000 જેટલા કર્મચારીઓ ગિફ્ટ સિટીમાં કામ કરી રહ્યાં છે અને સાથે વિશ્વની સૌથી મોટી બેંક ગિફ્ટ સીટી સુધી આવી રહી છે. જ્યારે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ પણ શરૂ થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગિફ્ટ સિટીનો વિકાસ થાય તે માટે પણ મહત્વની જાહેરાત કરી છે કે જે સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં આવશે તેમના માટે દસ વર્ષ સુધી ટેક્સમાં રાહત આપવામાં આવશે.
આરોગ્ય અને શિક્ષણમાં સુધારો લાવીશું
રાજ્ય સરકારના બજેટ પર શહેરી વિકાસ શિક્ષણ અને આરોગ્ય ઉપર પૂરક માગણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું કે વર્ષ 2022માં જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો આરોગ્ય વિભાગમાં ખાલી રહેલી તમામ વર્ગની ભરતી કરવામાં આવશે. જ્યારે બેડની સંખ્યામાં પણ વધારો કરીને હાલમાં જે પરિસ્થિતિ છે તેમાં બમણી બેડની સંખ્યા કરવામાં આવશે, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કોરોનામાં તકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણની પરિસ્થિતિ બાબતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે અત્યારે શિક્ષણમાં લૂંટ ચાલી રહી છે ત્યારે અમારી સરકારમાં વાલીઓનું શોષણ અટકાવવા માટે એક મોડેલ સ્કૂલ તમામ જિલ્લાઓમાં કાર્યરત કરવામાં આવશે અને સ્નાતક સુધીનું શિક્ષણ પણ ફ્રી કરવામાં આવશે.
ગુજરાતના બજેટ કરતા દેવું ત્રણ ગણું