ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં આજે રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ કુમાર મેંરજાએ ગૃહમાં ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ રદ કરવાનો અને ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ 1979 રદ કરવા(Repeal of the Unprotected Labor Act 1979) બાબતનો વિધેયક પસાર કર્યો હતો.
શું છે ઉદ્દેશ -ગુજરાત અરક્ષિત મંજૂરી કામદાર અધિનિયમઅન્વયે તેર પ્રકારના રોજગારોમાં કામે રાખેલા અરક્ષિત મજૂરી કામદારોના રોજગાર અને કલ્યાણના નિયમન કરવા માટે આ નિયમ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે વર્ષ 1981માં અમદાવાદ કાપડ બજાર અને દુકાનદાર બોર્ડના બોર્ડની રચના કરી હતી. અમદાવાદ શહેરના મર્યાદિત વિસ્તારો માટે કાપડ સંબંધિત ભરતી માટે કાપડ બજાર અથવા દુકાનના અરક્ષિત કામદાર યોજના પણ 1981માં ઘડી હતી ત્યારે આ નિયમ અમદાવાદ શહેરના કાપડ બજારના માત્ર સદરહુ વિસ્તારમાં અસંગઠિત કામદારોને જ લાગુ પડે છે.
2008માં સુધારો પસાર કરવામાં આવ્યો -વર્ષ 2008માં ભારતીય (Gujarat Unprotected Labor Act 2008)સંસ્થા દ્વારા અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમને ઉદ્દેશીને અસંગઠિત ક્ષેત્ર અને રજિસ્ટ્રેશન સામાજિક સુરક્ષા અર્થે કલ્યાણ પુરા પાડવાના છે ત્યારે કેન્દ્ર સરકારને તેમજ રાજ્ય સરકાર અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે આજીવન અશક્તતા વૃદ્ધત્વ ગૃહનિર્માણ શિક્ષણ અને રોજગાર વગેરે સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓ કરવાની સત્તા આપવામાં આવી છે જેથી આ અધિનિયમ અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારોને લાગુ પડે છે જ્યારે આ કામ ના અમલીકરણ માટે ગુજરાત સરકારે વર્ષ 2011માં ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરી છે જેથી આજે 1979 અધિનિયમ રદ કરવામાં આવ્યો હતો.