ગાંધીનગરઃગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022)તળાજાના કોંગ્રેસ ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું હતું કે, સરકાર સ્વચ્છ ભારતની (Swachh Bharat Mission)મોટી જાહેરાતો કરે છે. પણ બનાવવા 12 હજાર રૂપિયા જ આપે છે. જ્યારે શૌચાલય બનાવવા 20-25 હજાર રૂપિયા થાય.
શૌચાલય સહાયમાંથી કટકી -શૌચાલયની 12 હજારની સહાયમાંથી( Clean campaign)પણ કટકી થઇને લાભાર્થીના હાથમાં 8 હજાર જ આવે છે. મારા મતવિસ્તાર તળાજામાં બનેલા આ શૌચાલયો બિનઉપયોગી સાબિત થયા છે. સરકારે વધારે પૈસા આપીને યોગ્ય શૌચાલય બનાવવા જોઈએ. ખોટી વાહવાહી સરકાર ન કરે.