પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ તમામ રાજ્યોમાં(Gujarat Assembly 2022) નવી સરકારે શપથ વિધિ પૂર્ણ કરી છે. સતત પાંચ દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં(Petrol diesel price hike) પોઇન્ટ 0.50 થી 0.80 પૈસાનો સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં આજે ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા સચિવાલયમાં સાયકલ લઈને વિધાનસભાગૃહ પહોંચ્યા હતા.
ગાંધીનગર:પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly 2022)પૂર્ણ થઇ તમામ રાજ્યોમાં નવી સરકારે શપથ વિધિ પૂર્ણ કરી છે. નવી સરકાર અત્યારે સત્તામાં છે. ત્યારે હવે સતત પાંચ દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં(Petrol diesel price hike) પોઇન્ટ 0.50 થી 0.80 પૈસાનો સતત વધારો થઈ રહ્યો છે. પાંચ દિવસથી સતત ભાવ વધારાના કારણે ચાર રૂપિયા પાંચ રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલમાં વધારો થયો છે. ત્યારે તે વધારાને વિરોધ કરીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ ધારાસભ્ય નિવાસથી વિધાનસભા સુધી સાઇકલ લઇને આવ્યા હતા અને વિરોધ કર્યો હતો.
પેટ્રોલ ડીઝલમાં સતત વધારો -પેટ્રોલ ડીઝલમાં છેલ્લા પાંચ દિવસથી સતત વધારો કરવામાં આવી રહ્યો છે વધુ વિગત થી વાત કરવામાં આવે તો 22 માર્ચ થી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે 30 માર્ચથી ના રોજ પણ વધારો કરવામાં આવ્યો હતો આમ છતાં તક આઠ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની વિગતો પેટ્રોલ ડીઝલ
તારીખ
પેટ્રોલ
ડીઝલ
22 માર્ચ
0.80
0.82
26 માર્ચ
0.50
0.57
27 માર્ચ
0.30
0.37
28 માર્ચ
0.80
0.72
30 માર્ચ
0.79
0.82
ચૂંટણી પછી ભાવ વધારો -પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં આજે ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા સચિવાલયમાં સાયકલ લઈને વિધાનસભાગૃહ પહોંચ્યા હતા. અને અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પાર ભાજપ સરકાર હાય હાયના બેનર પણ ગળે અટકાવ્યા હતા સાથે જ પાંચ રાજ્યના ઇલેક્શન પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે તે નક્કી જ હતું જેથી સરકાર હવે સામાન્ય લોકોને વિચાર એ સાથે જ ગુજરાત ઇલેક્શન વખતે પણ સરકાર ભાવ ઘટશે અને ત્યારબાદ વધારશે તેવા આક્ષેપ પણ ગ્યાસુદીન શૈખ કર્યા હતા.
સરકાર રાજીનામુ આપે -ઈમરાન ખેડાવાલા ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારાથી હવે શાકભાજી અને અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે અને મોંઘવારીમાં સતત વધારો થશે ત્યારે આ બાબતે રાજ્ય સરકારે રાજીનામું આપવું જોઈએ.
પેટ્રોલ,ડીઝલ CNG અને PNGમાં વેટ વસુલાત -છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને અમદાવાદમાં પેટ્રોલ 100એ પહોંચ્યું છે ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ લઈને અનોખો વિરોધ કર્યો હતો. ત્યારે તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા એ પ્રશ્નોત્તરીમાં સવાલ કર્યો હતો કે રાજ્યમાં રાસાયણિક ખાતર પેટ્રોલ અને ડીઝલ પંપ કેટલો વેરો વસુલવામાં આવે છે અને સરકારને કેટલી આવક થઇ છે તે બાબતે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલ સીએનજી ઉપર વેટ વસુલવામાં આવે છે. જ્યારે સરકારને પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGમાં વર્ષ 2020માં 13,685.85 કરોડ અને 20,402 37 કરોડની આવક વેટ સ્વરૂપે થઈ છે.
કેટલો વેટ વસુલવામાં આવે
પેટ્રોલ 13.7 ટકા ઉપરાંત 4 ટકા સેસ
ડીઝલ 14.9 ટકા
PNG 15 ટકા
CNG 15 ટકા
01 જાન્યુઆરી 2020 થી 31 જાન્યુઆરી 2020 સુધી પેટ્રોલ ડીઝલમાં વેટની આવક
પેટ્રોલ 3919.76 કરોડ
ડીઝલ 8753.58 કરોડ
PNG 623.52 કરોડ
CNG 394.99 કરોડ
01 જાન્યુઆરી 2021 થી 31 જાન્યુઆરી 2021 સુધી પેટ્રોલ ડીઝલમાં વેટની આવક