ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસ દ્વારા (Gujarat Assembly 2022) અનેક મુદ્દાઓ અને યોજનાઓ બાબતે પ્રશ્ન કરવામાં આવે છે. જે બાબતે રાજ્ય સરકાર પ્રશ્નોત્તરીમાં લખી જવાબ આપશે ત્યારે આજની પ્રશ્નોત્તરી રાજ્યની સરકારી આઈ.ટી.આઈમાં (ITI in Gujarat )પણ 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે સાથે જ ગુજરાતમાં બ્લેક ફિલ્મ લગાવીએ ગુનો છે. ગુજરાત પોલીસ( Gujarat Police)છેલ્લા બે વર્ષમાં બ્લેક ફિલ્મ લગાવેલી કાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલ કરે છે આ ઉપરાંત અનેક વિભાગોમાં બજેટની ફાળવણી ઓછી હોવાના આક્ષેપો પણ કોંગ્રેસે પ્રશ્નોત્તરી કર્યા હતા ત્યારે જુઓ કોંગ્રેસના સવાલ અને ભાજપના જવાબ.
ITi માં 59 ટકા જગ્યાઓ ખાલી -વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિત અનેક કોંગ્રેસના ધારાસભ્યોએસરકારી ITI ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નો કર્યા હતા. જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 289 સરકારી આઇ.ટી.આઇ. આવેલ છે. જે પૈકી 4106 જગ્યાઓ ભરાયેલ છે અને 5874 જગ્યાઓ ખાલી છે, આમ શ્રમ અને રોજગાર વિભાગ રોજગારી પુરી પાડે છે અને એ વિભાગની સંસ્થામાં 59 ટકા એટલે કે 5874 જગ્યાઓ ખાલી હોવાનું વિગતો સામે આવી છે.
વિભાગોમાં બજેટ ઓછું ફાળવણી -અનેક વિભાગોમાં બજેટ ઓછું ફાળવણી કરાઈ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સહિત અન્ય ધારાસભ્યોએ અલગ અલગ વિભાગના બજેટની ફાળવણી બાબતે પ્રશ્ન કરવામાં આવ્યા હતા જેમાં પ્રવાસન, પંચાયત, મત્સ્યોદ્યોગ, નાગરીક ઉડ્ડયન, કલ્પસર, વાહનવ્યવહાર, કુટીર ઉદ્યોગ, શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ અને સહકાર પ્રભાગ, વિભાગમાં નાણાકીય વર્ષ 2 અને 2019-20 અને 2020 -21માં કરવામાં આવેલ જોગવાઈની સામે રૂપિયા 436877.72 લાખની ઓછી ફાળવણી કરવામાં આવી અને ફાળવણી કરવામાં આવેલ રકમ પૈકી રૂપિયા 274364.90 લાખની રકમ વણવપરાયેલ રહી. બે વર્ષમાં બજેટમાં કરવામાં આવેલ જોગવાઈની સામે રૂપિયા 711242.62 લાખની ઓછી ફાળવણી અને વણવપરાયેલ રકમ રહી હોવાનું સામે આવ્યું છે.
ક્યારે બનશે અમદાવાદ પશ્ચિમ રેલવેનું વડું મથક -કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ ખસેડવા બાબતે સરકારે કેટલી રજુઆત કરવામાં તેના પ્રતિઉત્તરમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સામે પડતર પ્રશ્નો પૈકી પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ ખાતે ખસેડવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ તા 4 જાન્યુઆરી 2020ના પત્રથી પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ખાતે સક્ષમ ઓથોરિટીના કરવાની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પુનઃ કોઈ રજૂઆત કરવામાં આવી નથી.