ગાંધીનગર:કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022 માં ખેડૂતોની આવક બમણી થશે તેવી જાહેરાત કરી હતી. જે અન્વયે રાજ્ય સરકારે પણ વર્ષ 2016 માં સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિની (Agribusiness Policy)જાહેરાત કરી હતી. આપોલીસી હેઠળ એગ્રો પ્રોસેસીંગ યુનિટ અનેખેડૂતોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં 300 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું(Scandal in Gujarat Agro Industries Corporation) છે. તપાસ કમિટી દ્વારા જ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેને અંતે ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એડિશનલ જનરલ મેનેજર અભય જૈન અને આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ પરમારને રાતોરાત સસ્પેન્ડ એ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ફરિયાદ મળતા તપાસ કમિટી બનાવી
ભારતીય જનતા પાર્ટીના(Bharatiya Janata Party) વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના (Gujarat Agro Industries Corporation) ચેરમેન એવા મધુ શ્રીવાસ્તને ખેડૂતો બાબતે અનેક ફરિયાદો પ્રાપ્ત થતી હતી અને ખેડૂતોને સબસિડીનો લાભ લેવા માટે વારે ઘડીએ ધક્કા ખાવાનો વારો આવતો હોવાનું નિવેદન મધુ શ્રીવાસ્તવે આપવામાં આવ્યું છે. જ્યારે અમુક લોકોને કોઈ પણ તપાસ કર્યા વગર સીધેસીધી સબસીડી ચૂકવવાની વાતો પણ સામે આવતાં એક તપાસ કમિટી રચવામાં આવી હતી અને પાંચ મહિનાના તપાસ બાદ બંને અધિકારીઓ વિરુદ્ધ રિપોર્ટ આવતા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃરાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...