ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા બિલ 2019 સર્વાનુમતે પસાર

ગાંધીનગરઃ રાજયની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા જળવાય રહે તે માટે કેટલાક સુધારા સાથે વિધેયક રજુ કરવામાં આવ્યુ હતું. જેને વિધાનસભા ભવનમાં સર્વાનુમતે પસાર કરાયું હતું.

ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા બિલ 2019 સર્વાનુમતે પસાર

By

Published : Jul 27, 2019, 4:45 AM IST

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ, શિક્ષણ, સંશોધન અને શિક્ષણ પ્રવૃત્તિઓમાં પારદર્શકતા જળવાય રહે તે માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ સુધારા વિધેયક 2019 રજૂ કરાયુ હતું. જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બાબતે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફ્ળદુએ જણાવ્યું હતું કે, ગુજરાત કૃષિ યુનિવર્સિટી અંગેના સુધારા વિધેયક 2019થી કુલપતિ તરીકે કૃષિ સંલગ્નમાં જ્ઞાન ધરાવતી વ્યક્તિની નિમણૂંક કરવામાં આવે છે. હવે આ વિધેયકમાં ઉમેરો કરી વધુ કૃષિ અર્થશાસ્ત્રની વિશિષ્ટ લાયકાતનો ઉમેરો નિમણુંક માટે કરવામાં આવ્યો છે. સાથો સાથ કૃષિ યુનિવર્સીટીઓમાં કુલપતિ તરીકે 70 વર્ષની ઉંમર પછી હોદ્દા પર આવી શકશે નહીં. આમ, 65 વર્ષથી વધુ ઉંમરની ન હોય તેવી વ્યક્તિને નિમણૂંક અપાશે. જેથી પાંચ વર્ષ કુલપતિમાં પોતાની સેવાઓ પૂર્ણ કરી શકે.તેવો સુધારો કરવામાં આવ્યો છે.

આ સુધારા વિધેયકમાં કૃષિ યુનિવર્સિટીમાં કૃષિના કોઇપણ અભ્યાસક્રમની મંજૂરી હવે રાજ્ય સરકારના કૃષિ વિભાગ પાસે લેવાની રહેશે. જ્યારે કુલપતિની નિમણૂંક માટે સમિતિના સભ્યોની નિમણૂંક રાજય સરકાર કરશે. આ સમિતિના અધ્યક્ષ કુલાધીપતિ હોય છે.

જ્યારે કૃષિ યુનિવર્સિટીઓમાં સંચાલક મંડળના નિર્ણય સામે કુલપતિ સહમત ન હોય ત્યારે તેની રજૂઆત કુલપતિ કે કુલાધિપતિના બદલે રાજ્ય સરકારને કરી શકશે તેવો સુધારો સૂચવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details