દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓ મેદાને ઉતરશે - Delhi assembly
ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે દિલ્હી વિધાનસભા જીતવા માટે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો દિલ્હીમાં જઈને વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરશે. આ સાથે જ ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપના દિલ્હીના આગેવાનો સાથે બેઠકમાં ભાગ લેશે.
આ બાબતે ગુજરાત ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ગુજરાત ભાજપના આગેવાનો રવિવારે સાંજે દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપની આયોજન બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત ભાજપના આગેવાનો તથા કાર્યકરો દિલ્હી ખાતે ચૂંટણી પ્રચાર તથા ચૂંટણી વ્યવસ્થાના કાર્ય માટે દિલ્હી જશે.