જયરાજ પટગીર, પ્રવક્તા, પાણી પુરવઠા એસોસિએશન ગાંધીનગર:ગાંધીનગર ખાતે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. બેઠકમાં એસટીના દરમાં સુધારો વધારો કરવામાં આવે છે અને જે જગ્યાએ જીએસટી હોતો નથી ત્યાં પણ જીએસટી ટેક્સ મૂકવાની વિચારણા કરવામાં આવી છે. વર્ષ 2021 પહેલા પાણી સપ્લાય ઉપર ફક્ત 5% જીએસટી હતો પરંતુ ત્યારબાદ 18% જીએસટી કરવાના નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં પાણી સપ્લાય કરતા કરનારા કોન્ટ્રાકટરોને જીએસટીના ડિફરન્સર હજુ સુધી ચૂકવાયો ન હોવાને કારણે 15 ઓક્ટોબરથી ગુજરાતમાં પીવાનું પાણીનો સપ્લાય નહીં કરે તેવી ચીમકી આપવામાં આવી છે.
રૂપિયાની ચુકવણી બાકી:પાણી પુરવઠા એસોસિએશનના પ્રવક્તા જયરાજ પટગીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 21 મહિનાથી રાજ્ય સરકારે દ્વારા જીએસટીમાં જે ડિફરન્સ આવ્યો છે તે હજી સુધી પરત કર્યો નથી. આશરે 300 થી 400 કરોડ રૂપિયાની ચુકવણી સરકારની બાકી છે. બાકી વધતી રકમ રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે પાણી સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરને આપે તેવી માંગ કરવામાં આવી હતી. 50 જેટલા આગેવાનો સાથેની બેઠકમાં અધિકારીઓએ ટૂંક સમયમાં જ નિર્ણય કરવાની મૌખિક બાંહેધરી આપી હોવાનું પણ જયરાજ પટગીરે જણાવ્યું હતું.
'આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલે વિભાગને પણ સુચના આપી છે ત્યારે અમે અગાઉ 2 ઓક્ટોબરથી પાણી નહીં છોડવા બાબતનો નિર્ણય કર્યો હતો. આજની બેઠક બાદ આંદોલન અમે પરત ખેંચે છે પરંતુ હવે જો આવનારા 15 દિવસમાં કોઈ નિર્ણય નહીં થાય તો 15 ઓક્ટોબર બાદ ગુજરાતમાં પીવાના પાણીનો સપ્લાય નહીં કરવામાં આવે તો આંદોલન કરીશું.' -જયરાજ પટગીર, પ્રવક્તા, પાણી પુરવઠા એસોસિએશન
સામાન્ય જનતાને પડશે મુશ્કેલી:એસોસિએશનના પ્રમુખ પ્રશાંત પટેલ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર જીએસટીનો ડિફરન્સ બાબતનો નિર્ણય નહીં કરે અને પાણી સપ્લાયર અને જીએસટીનો ડિફરન્સ નહીં ચૂકવે તો 15 દિવસ બાદ પાણીનો સપ્લાય બંધ કરવામાં આવશે. જેની અસર સુધી સામાન્ય વ્યક્તિ ઉપર પણ પડી શકે છે અને વ્યક્તિઓને પીવાના પાણી નો સપ્લાય નહીં થઈ શકે.
- Gandhinagar News: હવે લોકોની સમસ્યાનું થશે જલ્દી નિવારણ, GMC કાઉન્સિલરોને ટેબલેટ આપશે, તમામ કામ થશે ઓનલાઇન
- Udta Gujarat : ગુજરાત પર લાગ્યા ડ્રગ્સના દાગ, યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર