- રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
- ધોરણ 10અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
- રિપીટર, પૃથ્થક અને ખાનગી વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- રેગ્યુલર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે માસ પ્રમોશન (Mass promotion)
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. જેમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. આ સાથે ધોરણ 10 અને 12ના બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ પૃથ્થક વિદ્યાર્થીઓ અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની જાહેરાત પણ 15 જુલાઈથી GSHSEB ( Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મંગળવારના રોજ GSHSEB દ્વારા સત્તાવાર રીતે પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો કાર્યક્રમ
- 15 જુલાઈ ભૌતિક વિજ્ઞાન
- 16 જુલાઈ રસાયણ વિજ્ઞાન
- 19 જુલાઈ જીવવિજ્ઞાન
- 23 જુલાઈ ગણિત
- 25 જુલાઈ અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી ( દ્વિતીય ભાષા)
- 26 જુલાઈ ગુજરાતી (પ્રથમ ભાષા)
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનો કાર્યક્રમ
- 15 જુલાઇ એકાઉન્ટ
- 16 જુલાઈ આંકડાશાસ્ત્ર
- 19 જુલાઈ અંગ્રેજી
- 23 જુલાઈ સેક્રેટરીયલ પ્રેક્ટિસ
- 25 જુલાઈ અર્થશાસ્ત્ર
- 26 જુલાઈ વાણિજ્ય વ્યવસ્થા
- 28 જુલાઈ અંગ્રેજી
કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષામાં રિપીટર વિદ્યાર્થીઓ માટે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે, ત્યારે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96,500 અને વિજ્ઞાન પ્રવાહમાં 32 હજારની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજ કેટ પરીક્ષા બાબતે પણ કરી જાહેરાત
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા બાદ ગુજકેટ પરીક્ષા અંગેના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ ડિગ્રી - ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગૃપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021ની પરીક્ષા માટેની પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં ફક્ત ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. મહત્વની વાત છે કે, ગુજકેટ 2021ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ બાદ 23 જૂન બપોરે 12:30 કલાકથી 30 જૂન દરમિયાન ઓનલાઈન ભરી શકાશે, જ્યારે ગુજકેટની પરીક્ષાની ફી 300 રૂપિયા રાખવામાં આવી છે.