ગાંધીનગરઃગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય વહાણવટા,બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવશે. કેન્દ્રીય વહાણવટા મંત્રાલય દ્વારા આજે તા.12મી સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતૈ "ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ" પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય વહાણવટા,બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે કોન્ફરન્સની શરૂઆત થવાની છે.
ગ્રીન શિપ રિસાયક્લિંગ-વ્હીકલ સ્ક્રેપિંગ પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે
કેન્દ્રીય વહાણવટા મંત્રાલય દ્વારા આજે તા.12મી સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર (Greenship recycle policy) ગાંધીનગર ખાતૈ "ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ" પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (International Conference Gandhinagar) યોજાશે. જેમાં ભારત સહિત જુદા જુદા દેશના લોકો ભાગ લેવાના છે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને FICCI:આ કોન્ફરન્સનું આયોજન ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને FICCI સાથે વહાણવટા,બંદરો અને જળમાર્ગ મંત્રાલય દ્વારા અલંગમાં શિપ રિસાઇક્લિંગ ઉદ્યોગની સ્થિતિ દર્શાવવા અને અલંગના શિપ રિસાઇક્લિંગ ઉદ્યોગની વ્હીકલ સ્ક્રેપિંગ ઇન્ડસ્ટ્રી સાથે સિનર્જીની શોધ કરવા ના ઉદ્દેશ સાથે કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અને HKC કન્વેન્શનના અનુપાલનને અપનાવવા વિશે પ્રદર્શિત કરશે. આ કોન્ફરન્સ યુરોપિયન યુનિયન (EU) શિપિંગ ઉદ્યોગ ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ સુવિધાઓનો લાભ કેવી રીતે લઈ શકે અને EU સભ્ય દેશો સાથે ભાગીદારીનું અન્વેષણ કરી શકે તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરાશે.
બે સત્રોનું આયોજનઃ કોન્ફરન્સમાં બે સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સત્રમાં ભારતમાં શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રી અને કમ્પ્લાયન્સ પરનું પ્રથમ સત્ર શિપ રિસાયક્લિંગ એક્ટ,GMB ની ભૂમિકા,HKC અને EU શિપ રિસાયક્લિંગ રેગ્યુલેશન (EUSRR) નું પાલન અને સલામત અને ટકાઉ રિસાયક્લિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ્હીકલ સ્ક્રેપ પોલિસી પરના બીજા સત્રમાં પોલિસી અગે વિસ્તૃત માહિતી પુરી પડાશે જેનો ઉદ્દેશ્ય જૂના અને અયોગ્ય વાહનોને તબક્કાવાર રીતે દૂર કરવાનો છે.તે વાહન સ્ક્રેપના હબ તરીકે અલંગની ક્ષમતાઓને પણ પ્રદર્શિત કરશે. કોન્ફરન્સમાં વહાણવટા,બંદરો અને જળમાર્ગો અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના પ્રતિનિધિઓ,વૈશ્વિક સીઇઓ અને શિપિંગ ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગના પ્રતિનિધિઓ,શિપિંગ લાઇસન્સ, શિપ રિસાઇકલર્સ,શિપ માલિકો સહભાગી થશે અને તેઓ તા.13મી સપ્ટેમ્બરે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લેશે.