ગુજરાત

gujarat

ETV Bharat / state

Gram Panchayat Election 2021: ગાંધીનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન મથકે રસીકરણની કામગીરી - 3,379 polling staff

રાજ્યમાં શરૂ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election 2021) સંગ્રામમાં હાલ ગાંધીનગર જિલ્લામાં 179 ગ્રામ પંચાયતમાંથી 156 ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી છે, ત્યારે 22 ગ્રામપંચાયતો આજે સમરસ થઈ છે. સરપંચની ઉમેદવારી માટે જિલ્લામાં 539માંથી 79 મહિલાઓએ (79 out of 539 women in district for Sarpanch candidature) ઝંપલાવ્યું છે. ગાંધીનગર વોર્ડની સીટમાં કુલ 262 મહિલાઓએ (Total of 262 women in Gandhinagar ward seat) દાવેદારી નોંધાવી છે.

Gram Panchayat Election 2021: ગાંધીનગર જિલ્લામાં 156 ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન મથકે રસીકરણની કામગીરી
Gram Panchayat Election 2021: ગાંધીનગર જિલ્લામાં 156 ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન મથકે રસીકરણની કામગીરી

By

Published : Dec 19, 2021, 2:18 PM IST

ગાંધીનગર:ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Gram Panchayat Election 2021) જંગ 10 હજારથી વધુ ગ્રામ પંચાયતમાં આજે રવિવારના માહોલ જામ્યો છે, ત્યારે ગાંધીનગરમાં પણ 4 તાલુકાના ગામોમાં ચૂંટણીનું મતદાન (Election voting 4 taluka villages in Gandhinagar) કરવામાં આવી રહ્યું છે. જેમાં 4,10,117 મતદાતાઓ (4,10,117 voters) આજે ભાવી નક્કી કરશે કે કોણ સરપંચ તરીકે આવશે. મતદાનની પ્રક્રિયા સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Gram Panchayat Election 2021: ગાંધીનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન મથકે રસીકરણની કામગીરી

179 ગ્રામ પંચાયતોમાંથી 22 ગ્રામ પંચાયતો સમરસ થઈ

સરપંચની સીટ પર 539 ઉમેદવારો, જ્યારે વોર્ડની 578 બેઠક પર 1323 ઉમેદવારો આ વર્ષે મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગર જિલ્લામાં 2,09767 પુરુષ ઉમેદવારો છે, જ્યારે 2,00,339 મહિલા ઉમેદવારો છે. ગાંધીનગર જિલ્લામાં 497 મતદાન મથકો (497 polling stations in Gandhinagar District) ગોઠવવામાં આવ્યા છે. તેમજ 566 મતદાન પેટીઓ ઉપયોગમાં (566 Ballot boxes used) લેવામાં આવી છે સાથે 287 અવેજીમાં રખાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 39 ચૂંટણી અધિકારી (39 Election Officer) અને 39 મદદનીશ ચૂંટણી અધિકારીને (39 Assistant Returning Officer) નિમવામા આવ્યાં છે તેમજ 3,379 પોલિંગ સ્ટાફને (3,379 polling staff) જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લામાં 60 પંચાયતની 71 બેઠકો ખાલી જ રહેશે

જિલ્લામાં 60 પંચાયતની 71 બેઠકો છે, તે ખાલી જ રહેશે. આ બેઠકો અનામત હોવાથી તે સમાજના ઉમેદવારો જે તે ગ્રામ પંચાયતમાં જ ના હોવાથી આ બેઠકો ખાલી જ રહેશે. તાલુકા પ્રમાણે જોઇએ તો કલોલ તાલુકાની 5 પંચાયતની 7, માણસા તાલુકાના 4 પંચાયતની 5, દહેગામ તાલુકાના 29 પંચાયતની 36, ગાંધીનગર તાલુકાના 22 પંચાયતની 23 બેઠકો ખાલી રહેશે.

જીલ્લાના 213 મતદાન મથકે રસીકરણની કામગીરી કાર્યરત

ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન સરકાર દ્વારા ખાસ પહેલ કહો તો પણ ભલે મોકાનો ફાયદો કહો તો પણ ભલે કારણ કે,મતદાન મથક પર જે લોકો રસી લેવામાં બાકી છે તેમને પોલિંગ બુથ પર જ રસી આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ (District Health Department) દ્વારા 213 મતદાન મથકે રસીકરણની કામગીરી (213 Polling station vaccination operations) પણ કરાશે. ખાસ કરીને બીજા ડોઝનો સમયગાળો વિતી ચૂક્યો છે તેવા લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાતાઓને SOP પ્રમાણે મતદાન કરવા અંગે અહીંથી સૂચન પણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:Gujarat Gram Panchayat Elections 2021: 244 ગ્રામ પંચાયતોના 632 સરપંચ ઉમેદવારોનું ભાવિ 19મીએ નક્કી થશે

આ પણ વાંચો:Vadodara Health Department Preparation: ઓમિક્રોનને ધ્યાનમાં રાખી બાળ રોગ વિભાગમાં સ્પેશિયલ વોર્ડ શરૂ

ABOUT THE AUTHOR

...view details